કાયદો-વ્યવસ્થા નિષ્ફળ : સગીરા પર સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા, કૂતરાંઓએ મૃતદેહ ફાડી ખાધો !
નવી
દિલ્હી, તા. 18 : દેશની રાજધાની દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા
કરતી એક ચકચારી ઘટના સામે આવી છે. પરિચિત શખ્સો દ્વારા જ એક સગીરા પર સામૂહિક દુષ્કર્મ
આચરી તેની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસે ઝીણવટભરી તપાસ
કરીને 50થી વધુ ઈસીસી ટીવી ફૂટેજ તપાસ્યા બાદ તમામ ચારેય આરોપીને પકડી પાડયા છે.
આ સમગ્ર
ઘટના દિલ્હીના સ્વરૂપનગર વિસ્તારમાં બની હતી. 13 સપ્ટેમ્બરની સવારે કુશક રોડ નજીકના
ખેતરોમાંથી એક અજાણ્યો મૃતદેહ મળી આવતાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતદેહ એટલી
હદે સડી ગયેલી હાલતમાં હતો કે ફોરેન્સિક ટીમ માટે શરૂઆતમાં જેન્ડર નક્કી કરવું પણ મુશ્કેલ
બન્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, મૃતદેહના કેટલાક ભાગો ભટકતા કૂતરાંઓએ ખાઈ
લીધા હતા.
પોલીસ
તપાસમાં એ વિગત પણ સામે આવી હતી કે, સગીરાના
પરિવારે તે ગુમ થઈ હોવાની કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. પરિવારે પોલીસને જણાવ્યું
હતું કે, દીકરી અવારનવાર કોઈને કહ્યા વિના ઘરેથી જતી રહેતી અને થોડા દિવસો પછી પાછી
આવી જતી હતી. આ કારણે પરિવારે તેની ગેરહાજરીને સામાન્ય ગણી હતી.
17
વર્ષીય પીડિતા અને આરોપીઓ એકબીજાથી પરિચિત હતા. ઘટનાની રાત્રે આરોપીઓએ એક ટેમ્પોની
અંદર સાથે મળીને દારૂ પીધો હતો. તે પછી સગીરા પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ આચરવામાં
આવ્યું હતું અને પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેની છરીના ઘા ઝીંકીને હત્યા કરી મૃતદેહને
ખેતરમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
કેસ
ઉકેલવા માટે દિલ્હી પોલીસે આસપાસના રસ્તાઓ પર લાગેલા 50થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ
સ્કેન કર્યા હતા. અંધારા અને ઓછી વિઝિબિલિટીના કારણે શરૂઆતમાં એક શંકાસ્પદ ટેમ્પોનો
રજિસ્ટ્રેશન નંબર સ્પષ્ટ દેખાયો નહોતો.
પોલીસે
આ કેસમાં 16થી 17 વર્ષની વયના 3 સગીર અને એક પુખ્ત શખ્સ શિવમ ઉર્ફે સુદામાની અટકાયત
કરી છે. ઘટના સ્થળ અને આરોપીઓ પાસેથી હત્યામાં
વપરાયેલી બે છરી કબજે લેવામાં આવી છે. ગુના
સમયે આરોપીઓએ પહેરેલા લોહીથી ખરડાયેલાં કપડાં પણ પોલીસે જપ્ત કર્યાં છે.