ભાવનગર, તા.18: ભાવનગરમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તરીકે કામ કરતી યુવતી પર ચાર યુવતીએ અદાવત રાખી તેના ઘર અને વાહન પર પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પીડિત યુવતીએ ઘોઘારોડ પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના મહિલા કોલેજ રોડ પર આવેલા સિદ્દી ફ્લેટમાં
રહેતા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તરીકે સક્રિય નજમાબાનું સોશિયલ મીડિયા પર વીડિયો,
કોમેડી બ્લોગ અને પેઈડ પ્રોમોશનનું કામ કરે છે. જેનાથી તેમને આવક થાય છે. આ બાબતની
દાઝ રાખી આરોપી સલીના હબીબાણી, ફાતીમા ચૌહાણ, શાહુ પઠાણ અને રૂકસાર આરબ નામની યુવતીઓ
તેમની સાથે અવારનવાર માથાકૂટ કરતી હતી. દરમિયાન મોડી રાત્રે ચારેય યુવતી નજમાબાનુંના
ઘર નજીક આવી પહોંચી હતી અને તેમના ફ્લેટ તેમજ નીચે પાર્ક કરેલા મોપેડ પર પથ્થરમારો
કરી નુકસાન પહોંચાડયું હતું. એટલું જ નહીં, આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી
પણ આપી હતી. આ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથકમાં ચારેય યુવતીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે
ગુનો દાખલ કર્યે હતો.