ડૉ.ઉમરે
કેવી રીતે જાતને ઉડાવી? એનઆઈએનાં ચાર્જશીટમાં ખુલાસા
નવીદિલ્હી,તા.9:
દિલ્હીના લાલ કિલ્લા પર થયેલો વિસ્ફોટ આત્મઘાતી હુમલો હતો. એનઆઈએ દ્વારા ચાર્જશીટમાં
ખુલાસો કરવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે, ડૉ. ઉમર ઉન નબીએ પોતાની કારમાંથી
કમાન્ડ મિકેનિઝમ દ્વારા આઈઈડીને સક્રિય કરીને પોતાને જ ઉડાવી દીધો હતો. આ હુમલામાં
15 લોકોનાં મોત થયા હતા. આરોપનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ઉમર ઉન નબી આતંકવાદી
મોડ્યુલ અંસાર ગજવત ઉલ હિન્દનો કથિત માસ્ટરમાઇન્ડ અને ઓપરેશનલ ઇન્ચાર્જ હતો.
નવેમ્બર
2025માં લાલ કિલ્લા નજીક કારમાં થયેલા વિસ્ફોટમાં માર્યો ગયેલો ડૉ. ઉમર ઉન નબી
2022ની શરૂઆતથી જ આતંકવાદી મોડ્યુલને સક્રિય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે આતંકવાદી
પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે કટ્ટરપંથીઓનું નેટવર્ક તૈયાર કરી રહ્યો હતો.
એવો
પણ ખુલાસો ચાર્જશીટમાં થયો છે કે ડૉ. નબીએ નવા લોકોને કટ્ટરપંથી (જુઓ પાનું 10)
બનાવ્યા
હતા. તેણે આતંકવાદીઓની તાલીમ માટે વ્યવસ્થા કરી હતી અને મોડ્યુલ માટે જરૂરી લોજાસ્ટિક્સની
વ્યવસ્થા પણ કરી હતી. ડૉ. નબી અને આ આતંકવાદી મોડ્યુલના અન્ય સભ્યો પાસે ઉગ્રવાદી સાહિત્ય
હતું. તેઓ ઉગ્રવાદી સામગ્રી ફેલાવતા હતા અને દેશ વિરુદ્ધ લડાઈ તથા હિંસા માટે યુવાનોને
ગેરમાર્ગે દોરતા હતા. એનઆઈએએ ખુલાસો કર્યો છે કે આરોપીઓ સિગ્નલ જેવી એક્રિપ્ટેડ મેસાજિંગ
એપ દ્વારા એકબીજાના સંપર્કમાં રહેતા હતા. ડૉ. નબીએ ભંડોળ અને ગેરકાયદેસર હથિયારો એકત્ર
કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મોડ્યુલના સભ્યો અને કાવતરાને લગતી સામગ્રી રાખવા
માટે સ્થળો નક્કી કરવામાં પણ ડૉ. નબીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આતંકવાદી મોડ્યુલની
બેઠકો જમ્મુ-કાશ્મીર અને દિલ્હી-એનસીઆરમાં યોજવામાં આવી હતી. ત્યાં સભ્યોને તાલીમ આપવામાં
આવી હતી અને આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે તૈયારીઓ કરવામાં આવી હતી.
10 નવેમ્બર
2025ના રોજ લાલ કિલ્લા નજીક જે કારમાં વિસ્ફોટ થયો હતો. ફોરેન્સિક પુરાવાઓ પરથી જાણવા
મળ્યું કે વિસ્ફોટક ઉપકરણને કારની અંદરથી જ એક કમાન્ડ મિકેનિઝમ દ્વારા વિસ્ફોટ કરવામાં
આવ્યું હતું.