• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

જેતપુરમાં વેપારી સાથે ગોધરાના શખસે રૂ.15.61 લાખની ઠગાઈ કરી

જેતપુર, તા.9: જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં ડુંગળી અને લસણના વેપારી સાથે ગોધરાની એક પેઢીના માલીક દ્વારા ડુંગળી અને લસણ મગાવી તેના પૈસા ન ચૂકવી વિશ્વાસઘાત કરી લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

જેતપુરના ધોરાજી રોડ પર રહેતા અને કણકિયા પ્લોટમાં આર.એમ. ટ્રાડિંગ નામના ડુંગળી અને લસણના ધંધાર્થી કલ્પેશ ભાગવાણી સાથે ગોધરાના શ્રીજી આલુ ભંડારના માલિક રાહુલના કહેવાથી અલગ અલગ પાંચ ટ્રક મારફતે કુલ રૂ.22,01,216ની કિંમતનો ડુંગળી અને લસણનો જથ્થો ગોધરા ખાતે મોકલી આપ્યો હતો. વેપારીએ માલના બદલામાં પેમેન્ટ માગતા આરોપી રાહુલે અવારનવાર જુદા-જુદા બહાના બનાવી આંગડિયા મારફતે રૂ.6,40,000 જ ચૂકવ્યા હતા અને બાકીના રૂા.15,61,216 નહીં આપી ખોટા ચેક આપી, ફોન બંધ કરી ફરાર થઈ ગયો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક