• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

દુનિયાના ટોચના 10 અમીરોમાં ભારતીય નહીં !

અબજપતિઓની યાદીમાં ઊથલપાથલ, અંબાણી, અદાણી સામેલ નથી !

નવી દિલ્હી, તા. 9 : વૈશ્વિક શેરબજારોમાં ચાલી રહેલા ભારે ઉતાર-ચઢાવ વચ્ચે ગ્લોબલ અબજપતિઓની યાદીમાં મોટો ધરખમ ફેરફાર નોંધાયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર વૈશ્વિક સ્તરે ટોપ-10 સૌથી ધનિક વ્યક્તિઓની ક્લબમાં એક પણ ભારતીય ઉદ્યોગપતિ પોતાનું સ્થાન જાળવી શક્યા નથી. વિશ્વના અબજોપતિઓની આ યાદી પર અમેરિકન ટેકનોલોજી અને વૈશ્વિક જાયન્ટ્સના માલિકોનો એકચક્રી દબદબો જોવા મળી રહ્યો છે.

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે એલન મસ્ક પ્રથમ સ્થાને મજબૂત રીતે યથાવત્ છે.

ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ સતત મજબૂત નાણાકીય સ્થિતિ સાથે વૈશ્વિક યાદીમાં બીજા ક્રમે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સના દમદાર પ્રદર્શનને પગલે મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝુકરબર્ગ ત્રીજાં સ્થાને બિરાજમાન છે.

ક્લાઉડ કમ્પ્યાટિંગ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર ક્ષેત્રે ઓરેકલના શેરમાં આવેલા ઉછાળાનાં કારણે લેરી એલિસન ચોથા સ્થાને પહોંચ્યા છે. લક્ઝરી ફેશન ક્ષેત્રના સુલતાન ગણાતા ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના ટોપ-10માં સામેલ એકમાત્ર બિનઅમેરિકન બિઝનેસમેન તરીકે પાંચમા ક્રમે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક