પીએમ
મોદીનાં 25 વર્ષનાં શાસનને ભવ્ય રીતે ઉજવાશે
નવી
દિલ્હી, તા. 9 : પીએમ મોદીનાં 25 વર્ષનાં શાસનને ભવ્ય રીતે ઉજવવાની તૈયારી ભાજપ દ્વારા
કરવામાં આવી રહી છે. આ દિવસે બનારસથી વડનગર સુધી એક કળશ યાત્રાનું એલાન કરવામાં આવ્યું
છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું હતું કે, સાતમી ઓક્ટોબરના પીએમ મોદીની
જનસેવા અને સમર્પણને 25 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. તેવામાં આગામી મહિને સેવા સંકલ્પ
અભિયાન આયોજિત કરવામાં આવશે. 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી એક મહિના સુધી આ અભિયાન
ચાલશે.
ભાજપ
અધ્યક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પીએમ મોદીએ છેલ્લાં 25 વર્ષોમાં જનસેવાથી
રાષ્ટ્ર સેવાના મંત્રને પકડીને પૂરી રીતે સવા યાત્રા યથાવત્ રાખી છે.