• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

પ્રતિષ્ઠિત બેલેન ડી ઓર એવોર્ડ માટે ડેંબેલ, એમ્બાપે, યમાલ અને મેસ્સી નોમિનેટ

અર્લિંન હોલેન્ડ અને હેરી કેન પણ રેસમાં

પેરિસ, તા. 9 ફૂટબોલ જગતના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા બેલેન ડી ઓર એવોર્ડ-2026ના નોમિનેટ ખેલાડીઓની સૂચિ જાહેર થઇ છે. જેમાં ફરી એકવાર ફ્રાંસનો સ્ટાર ખેલાડી ઉસ્માન ડેંબેલ એવોર્ડ જીતવાનો પ્રબળ દાવેદાર છે. ઉપરાંત ફ્રાંસનો કેપ્ટન કિલિયન એમ્બાપે, સ્પેનનો યુવા ખેલાડી લામિન યમાલ અને આર્જેન્ટિનાનો મહાન ખેલાડી લિયોનલ મેસ્સી એવોર્ડની રેસમાં છે. ઇંગ્લેન્ડનો કપ્તાન હેરી કેન પણ બેલેન ડી ઓર એવોર્ડ માટે નોમિનેટ થયો છે. ગયા વર્ષે એવોર્ડ ઉસ્માન ડેંબેલે જીત્યો હતો. વર્ષે તેના શાનદાર દેખાવથી પીએસજી કલબ બીજીવાર ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીતી છે.

ફીફા વર્લ્ડ કપમાં નોર્વે તરફથી શાનદાર દેખાવ કરનાર માંચેસ્ટર સિટીનો ખેલાડી અર્લિંન હોલેન્ડ, ઇંગ્લેન્ડ અને રિયાલ મેડ્રિડનો ખેલાડી જૂડ બેલિંગહમ, મોરક્કો અને પીસીએસજીનો ખેલાડી અશરાફ હકીમી સહિતના અન્ય ખેલાડી પણ નોમિનેશન લીસ્ટમાં સામેલ છે.

મહિલા વિભાગમાં સતત ત્રણ વર્ષ સુધી એવોર્ડ જીતનાર એતાના બોનમતી વખતે નોમીનેટ થઇ નથી. ઇજાને લીધે તે લાંબા સમય સુધી મેદાન બહાર હતી. આથી એલેકિસયા પુટલેસ, ઇવા પાજોર અને મેલ્ચી ડુમોર પાસે પહેલીવાર બેલેન ડી ઓર એવોર્ડ જીતવાની તક છે.

ઇ-પેપરના નવા શુલ્ક