• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

ઈરાન - યુએઈ વચ્ચેના મતભેદો ભારત દૂર કરશે : રશિયાને ભરોસો

મોસ્કો, તા. 9 : ભારતમાં 12-13 સપ્ટેમ્બરના રોજ આયોજિત થનારા 18મા બ્રિક્સ શિખર સંમેલન પહેલા રશિયાએ ભારત ઉપર મજબૂત ભરોસો વ્યક્ત કર્યો છે. રશિયાએ આશા વ્યક્ત કરી છે કે ભારત મંચનાં માધ્યમથી સમૂહના સભ્યો ઈરાન અને યુએઈ વચ્ચે બનેલા મતભેદોને દૂર કરવામાં સફળ રહેશે.  રશિયા તરફથી આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે અને તેના કારણે પશ્ચિમ એશિયામાં તણાવ છે. અમેરિકી હુમલાના જવાબમાં ઈરાને યુએઈમાં ઘણાં સ્થળે મિસાઇલ વરસાવી છે. તેવામાં બન્ને દેશને એક કરવા સરળ રહેશે નહીં. રશિયાને આશા છે કે ઈરાન અને યુએઈ વચ્ચેના મતભેદો દૂર કરવામાં ભારત સફળ રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક