• ગુરુવાર, 10 સપ્ટેમ્બર, 2026

મોરબીમાં જ્વેલર્સની દુકાનમાંથી 17.24 લાખના દાગીનાની ચોરી

મોરબી,તા.9:મોરબીના સરદાર રોડ પર આવેલા ખારા કુવા વાળી શેરીમાં રહેતા અને ‘રાધાકૃષ્ણ જ્વેલર્સ’ના માલિક દીપકભાઈ જયંતીભાઈ માંડલિયા (ઉ.વ. 45) ની દુકાનમાં ગત તા. 05 ના રોજ રાત્રીના પોણા ત્રણ વાગ્યાના અરસામાં અજાણ્યા તસ્કરોએ દુકાનની પાછળની દીવાલ તોડી બાકોરું કરીને પ્રવેશ કર્યો હતો અને દુકાનમાં રાખેલા આશરે 24 ગ્રામ સોનાના દાગીના (રૂ.2,74,000), 6 કિલો 250 ગ્રામ ચાંદીના દાગીના (રૂ.12,50,000) તેમજ 1 કિલો 500 ગ્રામ ચાંદીનો ભંગાર (રૂ.2,00,000) મળીને કુલ રૂપિયા 17,24,000 ની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ નોંધાતા મોરબી એ ડિવીઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક