• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

અભિનંદન વર્ધમાનનું એરફોર્સને અલવિદા : ખાનગી નોકરી શરૂ કરી

બાલાકોટ એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાની િ-16 તોડયા બાદ ચર્ચામાં આવ્યા હતા

નવી દિલ્હી, તા. 3 : ભારતના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાને ભારતીય વાયુસેનાને અલવિદા કહ્યું છે. જો કે આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન સામે આવ્યું નથી. અહેવાલ છે કે અભિનંદન વર્ધમાન વાયુસેનાની નોકરી છોડીને કોઈ ખાનગી એરલાઈન્સ સાથે કામ કરવા ગયા છે. 2019ની બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનનું એફ16 વિમાન તોડી પાડયા બાદ અભિનંદન વર્ધમાન ચર્ચામાં આવ્યા હતા.

અહેવાલ અનુસાર હવે વર્ધમાને ભારતીય વાયુસેનામાં નોકરી છોડી દીધી છે. નામ ન છાપવાની શરતે અધિકારીઓએ કહ્યું હતું કે, વર્ધમાને 31 માર્ચના રોજ એરફોર્સમાંથી રજા લીધી છે અને અન્ય ખાનગી કંપનીમાં નોકરી શરૂ કરી છે. આ મામલે અભિનંદન  વર્ધમાન કે વાયુસેના તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન વર્ધમાને એફ16 વિમાન તોડી પાડયું હતું. જો કે બાદમાં તેમનું વિમાન નિશાને આવ્યું હતું અને પાકિસ્તાની ક્ષેત્રમાં ક્રેશ થતા પકડાયા હતા. જો કે માત્ર 60 કલાકમાં જ પાકિસ્તાની સેનાએ અભિનંદન વર્ધમાનને ભારત પરત કર્યા હતા. 2021માં તેઓને વીર ચક્રનું સન્માન મળ્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક