503
ખેલાડીઓ 36 ખેલમાં ભારતનો પડકાર રજૂ કરશે
નવી
દિલ્હી, તા.3: જાપાનમાં રમાનાર એશિયન ગેમ્સ-2026 માટે ભારતીય દળ પૂરી રીતે તૈયાર છે.
ખેલ મંત્રાલયે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર દરમિયાન આઇચી-નાગોયા ખાતે રમાનાર એશિયન ગેમ્સ
માટે 7પ8 સદસ્યના ભારતીય દળને મંજૂરી આપી દીધી છે. જેમાં પ03 ખેલાડી અને 246 સપોર્ટ
સ્ટાફ અને અધિકારીઓ હશે.
એશિયન
ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ કુલ 43માંથી 36 ખેલમાં પડકાર રજૂ કરશે. ગત એશિયન ગેમ્સમાં
ભારતે ઐતિહાસિક પ્રદર્શન કરીને પહેલીવાર ચંદ્રકનો આંકડો 100ને પાર કર્યો હતો. હાંગઝોઉમાં
ભારતીય ખેલાડીઓના નામે કુલ 107 મેડલ રહ્યા હતા. હવે જાપાનમાં આથી વધુ મેડલ જીતાવનો
ભારતીય દળનો લક્ષ્યાંક છે.
ભારતીય
દળમાં 269 પુરુષ અને 234 મહિલા ખેલાડી સામેલ છે. ક્રિકેટમાં મહિલા અને પુરુષ ટીમમાં
કુલ પ0 સદસ્યો હશે. જયારે હોકીની બે ટીમના મળીને કુલ પ4 સભ્યો હશે. ભારતને આ વખતે પણ
ક્રિકેટ, હોકી ઉપરાંત શૂટીંગ, કુસ્તી, વેઇટ લિફટીંગ, મુકકેબાજી, એથ્લેટિકસ, જૂડો સહિતની
સ્પર્ધામાં વધુ મેડલ જીતવાનો લક્ષ્યાંક છે.