• શુક્રવાર, 04 સપ્ટેમ્બર, 2026

ભારતીયોની ‘દુશ્મન’ બની ટ્રમ્પ સરકાર!

વધુ અરજી આવશે તો EB-1 ગ્રીન કાર્ડ બંધ કરાશે

વોશિંગ્ટન, તા. 3 : અમેરિકામાં કાયમી વસવાટ અને ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઈ રહેલા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે વધુ એક મોટો ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તાવાર ચેતવણી આપવામાં આવી છે કે ભારતીય અરજદારો તરફથી અતિશય ઊંચી માંગને કારણે ‘ઊઇ-1’ ગ્રીન કાર્ડ કેટેગરી આગામી થોડા અઠવાડિયામાં કામચલાઉ ધોરણે બંધ થઈ શકે છે. 

અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના વિઝા બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે જો ભારતીય અરજદારો દ્વારા ઊઇ-1 વિઝા નંબરોનો ઉપયોગ આ જ ઝડપે ચાલુ રહ્યો અને દેશ માટે નિર્ધારિત વાર્ષિક મર્યાદા વહેલી પૂરી થઈ જશે, તો 30 સપ્ટેમ્બરે સમાપ્ત થતાં અમેરિકન નાણાકીય વર્ષ પહેલાં જ આ કેટેગરીને ‘અનઅવેલેબલ’ જાહેર કરી દેવામાં આવી શકે છે.

વિદેશ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, તેઓ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂર પડ્યે જરૂરી નિયમકીય ફેરફારો કરવામાં આવશે. આ સમગ્ર કટોકટી પાછળનું મુખ્ય કારણ રોજગાર આધારિત ગ્રીન કાર્ડની મર્યાદિત સંખ્યા અને તેની સામે ભારતીય અરજદારોની જંગી માંગ છે. નાણાકીય વર્ષ 2026 માટે વૈશ્વિક સ્તરે તમામ દેશો માટે રોજગાર આધારિત ઇમિગ્રેશન વિઝાની કુલ વાર્ષિક મર્યાદા 1,86,317 નક્કી કરવામાં આવી છે. 

આ ઉપરાંત, અમેરિકન ઇમિગ્રેશન કાયદા હેઠળ સામાન્ય સંજોગોમાં કોઈપણ એક દેશ માટે કુટુંબ અને રોજગાર આધારિત પ્રાથમિકતાવાળા વિઝા પર વાર્ષિક મહત્તમ 7 ટકાની કન્ટ્રી-કેપ લાગુ પડે છે; જો કે, અમુક વિશિષ્ટ સંજોગોમાં અગાઉના વર્ષોના વણવપરાયેલા વિઝા નંબરો આગળ વાપરવાની છૂટ મળે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક