કોલકતા, તા. 3: તૃણમૂલ કોંગ્રેસનાં
સાંસદ અભિષેક બેનરજીનાં કાર્યાલયમાં કેટલાક અજ્ઞાત હુમલાખોરોએ ભારે તોડફોડ મચાવીને
ઈલેક્ટ્રિક ઉપકરણો સહિતની ચીજોની લૂંટ પણ ચલાવી હતી. આ ઘટના બાદ અભિષેક બેનરજી આગબબૂલા
થઈ ગયા હતાં અને તેમણે ભાજપ, મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ઉપર આરોપનો મારો ચલાવ્યો
હતો.
આ તોડફોડ અને લૂંટફાટની ઘટના
સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી. અભિષેકે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો પણ શેર કર્યો
હતો.