ચેન્નાઈ,
તા.3 : પૂર્વ ભારતીય કપ્તાન અને ચેન્નાઈ સુપર કિંગ્સના દિગ્ગજ ખેલાડી મહેન્દ્રસિંહ
ધોનીને સ્પષ્ટ કર્યું છે કે તે આઇપીએલમાં ઇમ્પેકટ ખેલાડીનાં રૂપમાં રમવા ઇચ્છુક નથી.
આથી તેની 2027 આઇપીએલ સીઝનમાં રમવાને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતા પર વધુ ગુંચવાડો ઉભો
થયો છે. સીએસકે ટીમના પૂર્વ બેટર સુબ્રહ્મણ્યમ બદરીનાથે આ ખુલાસો કર્યો છે. તેણે સ્પષ્ટ
કર્યું છે કે ધોની આઇપીએલની આગામી સીઝનમાં ઇમ્પેકટ પ્લેયર તરીકે ટીમનો હિસ્સો બનવા
માગતો નથી. તે નિયમિત વિકેટકીપર-બેટર તરીકે જ મેદાનમાં ઉતરાવ ઈચ્છુક છે.
અત્રે
એ ઉલ્લેખનીય રહેશે કે ધોની આઇપીએલ-2026 સીઝનનો એક પણ મેચ રમી શકયો ન હતો. તે અનફિટ
હતો.