નવી
દિલ્હી, તા.2: બાર્સિલોના ટીમના 19 વર્ષીય સ્ટાર સ્ટ્રાઇકર લામિન યમાલે ઇતિહાસ રચતા
યુરોપીય ફૂટબોલ લીગમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. યમાલે રાયો વૈલેકાનો વિરુદ્ધના લા લીગા
મેચમાં બે શાનદાર ગોલ કર્યાં હતા. આથી તેની ટીમ બાર્સિલોનાનો પ-2 ગોલથી શાનદાર વિજય
થયો હતો. આ મુકાબલામાં પહેલો ગોલ કરવા સાથે લામિન યમાલે કલબ તરફથી પ0 ગોલ પૂરા કર્યા
હતા. આ સાથે જ યમાલ યુરોપની ટોચની પાંચ લીગના ઈતિહાસમાં પ0 ગોલની ઉપલબ્ધિ હાંસલ કરનારો
સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેણે આ પરાક્રમ 19 વર્ષ અને 49 દિવસની ઉંમરે કર્યું છે.
તેણે ફ્રાંસના સ્ટાર કિલિયન એમ્બાપેનો રેકોર્ડ ધ્વંશ કર્યો છે. તેણે 19 વર્ષ અને
241 દિવસની ઉંમરે આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. આ મામલે ત્રીજા સ્થાને અર્લિંગ હાલેન્ડ
છે. તેણે 20 વર્ષ અને 196 દિવસની વયે પ0 ગોલના આંકડાને સ્પર્શ કર્યો હતો. મેસ્સીએ આ
પરાક્રમ 21 વર્ષ અને 120 દિવસની ઉંમરે કર્યું હતું.