યુક્રેનના
કીવમાં વિદેશ મંત્રી એસ જયશંકરનું મહત્વનું નિવેદન
નવી
દિલ્હી, તા. યૂક્રેનની રાજધાની કીવમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે નિવેદન આપ્યું હતું
કે, ભારત રશિયા-યુક્રેન યુદ્ધને ખતમ કરવાની કોશિશમાં કોઈપણ પ્રકારથી યોગદાન આપવા માટે
તૈયાર છે. રિપોર્ટ અનુસાર જયશંકરે કહ્યું હતું કે, જો કોઈપણ પ્રકારની મદદ સંભવ હોય
તો ભારત કરવા માટે તૈયાર છે.
જયશંકર
ત્રણથી પાંચ સપ્ટેમ્બર સુધી યૂક્રેન અને પોલેન્ડના ત્રણ દિવસના પ્રવાસે છે. રશિયા દ્વારા
યુક્રેન ઉપર મોટાપાયે હુમલો શરૂ કર્યા બાદ કીવની જયશંકરની પહેલી યાત્રા છે. પોતાની
યાત્રા દરમિયાન જયશંકર સિબિહા અને પોલેન્ડના ઉપ વડા પ્રધાન રોડોસ્લા સિકોરસ્કી સાથે
દ્વિપક્ષીય વાતચીત કરવાના છે. વર્તમાન સમયે
ભારતમાં ચિંતા પણ છે કારણ કે ચાલુ અઠવાડીયે જ કીવમાં રશિયાના હુમલામાં એક ભારતીયનું
મૃત્યું થયું હતું અને કાળા સમુદ્રમાં વેપારી
જહાજો ઉપર હુમલાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
જયશંકરનું
નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે પીએમ મોદીએ બિશ્કેકમાં શંઘાઈ સહયોગ સંગઠન શિખર
સંમેલન દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠકમાં સંઘર્ષને ખતમ કરવાની
અપીલ દોહરાવી હતી. આ અગાઉ પીએમ મોદીએ કહ્યું હતું કે, યુદ્ધમાં વિતાવવામાં આવેલો દરેક
દિવસ માનવતાને પાછળ ધકેલી રહ્યો છે. જ્યારે શાંતિની દિશામાં ઉઠાવવાનું દરેક પગલું માનવતામાં
નવી આશા અને ઉત્સાહ ભરે છે.