• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

ખાદ્યચીજોનાં પેકેટ ઉપર લખાશે ખાંડ, નમકનું પ્રમાણ

- સુપ્રીમ કોર્ટની ફટકારની અસરઃ એફએસએસએઆઈ નું સોગંદનામું

 

 

નવી દિલ્હી, તા.29 સરકારે પેકેજ્ડ ફૂટ ઉપર સકંજો કસવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે ખાદ્યપીજોમાં ખાંડ, ફેટ અને નમક(મીઠું)નું પ્રમાણ નિર્ધારિત માપદંડથી વધુ હશે તેનાં પેકેટ કે ડબ્બા ઉપર હાઈ શુગર, હાઈ ફેટ અને હાઈ સોલ્ટ જેવી ચેતવણી લાલ રંગમાં અંકિત કરવાનું અનિવાર્ય બનાવવામાં આવી શકે છે.

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) દ્વારા જસ્ટિસ જે. બી. પારડીવાલાનાં વડપણવાળી સુપ્રીમ કોર્ટની પીઠ સમક્ષ દાખલ પાનાનાં સોગંદનામામાં વિશે જાણકારી આપી છે. અદાલતને જણાવવામાં આવ્Îું હતું કે, આનાં માટે પ્રસ્તાવ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. એફએસએસએઆઈએ કહ્યું હતું કે, ચેતવણી ચિત્રાત્મક રીતે અંકિત થશે, જેથી ગ્રાહકોને આસાનીથી જાણકારી મળી શકે કે પદાર્થમાં ખાંડ કે મીઠાં જેવા પદાર્થ અધિક માત્રામાં છે. તેનાં અક્ષરનું કદ (ફોન્ટ સાઈઝ) પણ પેકેટમાં પાછળ ન્યૂટ્રીશનની જાણકારી આપતા ટેબલમાં વપરાતા ફોન્ટ કરતાં એક સાઈઝ મોટા રાખવામાં આવશે.

સોગંદનામુ સુપ્રીમ કોર્ટ તરફથી તાજેતરમાં ફટકાર લગાવવામાં આવ્યા પછી દાખલ થઈ છે. પ્રસ્તાવિત નવો નિયમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે. જેથી ઉદ્યોગોને ઉત્પાદનો તૈયાર કરવામાં પૂરતો સમય મળી રહે. પહેલા ચરણમાં એવા ઉત્પાદનો ઉપર નિયમ લાગુ થશે જેમાં બે કે વધુ વિશિષ્ટ પોષક તત્ત્વ એડેડ ફેટ, એડેડ શુગર કે સોલ્ટનું પ્રમાણ અધિક હોય. બીજા તબક્કામાં એવા ઉત્પાદનો સામેલ થશે જેમાં એક પોષક તત્ત્વ અધિક પ્રમાણમાં હશે. ફક્ત એક ચીજમાંથી બનેલા ખાદ્યપદાર્થોને નિયમમાંથી છૂટ આપવામાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક