• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

ખંભાળિયામાં બાઈક આડે આખલો ઉતરતા યુવતીનું મૃત્યુ

રક્ષાબંધનની રાત્રે ભાઈ સાથે ફરવા નીકળેલી બહેનને નડયો અકસ્માત

ખંભાળિયા, તા.29: ખંભાળિયાના આનંદ કોલોનીમાં રહેતા પરેશભાઈ પંચમતીયાની 19 વર્ષીય પુત્રી શ્રીહરિ ગતરોજ રક્ષાબંધનના પવિત્ર દિવસે રાત્રે ભાઈઓ સાથે બાઇક પર ફરવા નીકળી હતી અને રાત્રે બારેક વાગ્યે લાલપુર ચોકડી પાસેથી પરત ફરતી વેળાએ અચાનક રસ્તા પર અંધારામાં આખલો (ખૂંટિયો) આડે ઉતરતા બાઇક ચાલકે કાબૂ ગુમાવતા બાઇક ધડાકાભેર અથડાયું હતું, જેના કારણે પાછળ બેઠેલી શ્રીહરિ નીચે પટકાતા ગંભીર ઈજાઓ પામી હતી અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. પિતાની એક જ લાડકી પુત્રી અને ભાઈની બેહેન રક્ષાબંધનના દિવસે જ કાયમ માટે વિખૂટી પડી જવાથી તથા રખડતા પશુઓના ત્રાસથી વધુ એક નિર્દોષ યુવતીનો ભોગ લેવાતા લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે, અને આજે બપોરે નીકળેલી તેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક