નવી દિલ્હી, તા. 28 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બાળકો સાથે રક્ષાબંધન ઊજવતાં બાળકો પાસે રાખડી બંધાવી હતી. વડાપ્રધાનના આવાસ, સાત, લોકકલ્યાણ માર્ગ પર ઘણાં બાળકો પહોંચ્યાં હતાં.
મોદીએ સોશિયલ મીડિયા હેંડલ પરથી
તસવીરો પણ શેર કરી હતી. રક્ષાબંધનનાં પર્વે વડાપ્રધાને દેશવાસીઓને શુભેચ્છા પણ આપી
હતી. બાળકો સાથે વાતો કરી હતી. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે પણ બાળકો પાસે રાખડી બંધાવીને
રક્ષાબંધન ઊજવી હતી. દેશને શુભેચ્છા આપતાં સિંહે કહ્યું હતું કે, આ પર્વ સૌને મહિલાઓનાં
સન્માન, સુરક્ષા ગરિમા જાળવવાની પ્રેરણા આપે છે.