રેલવેએ કડક કર્યા દંડ અને સજાના નિયમો
નવી દિલ્હી,
તા. 29 ઃ
ભારતમાં રેલવે
સ્ટેશન પરિસરના
ભવનો, દીવાલો
અને કોચ
પર લખવું,
થૂંકવું અને
જ્યાં-ત્યાં
ગંદકી ફેલાવવી
જેવી ટેવો
માત્ર રેલવેની
સાફસફાઈ પર
જ અસર
નથી પાડતી,
પરંતુ કરોડો
રૂપિયાના ખર્ચે
તૈયાર કરાયેલી
જાહેર સંપત્તિની
હાલત પણ
ખરાબ કરે
છે. હવે
રેલવેએ આવી
હરકતો પર
શકંજો કસવા
માટે દંડની
રકમ વધારી
દીધી છે.
રેલવે સ્ટેશન,
પ્લેટફોર્મ કે
ટ્રેનની અંદર
કચરો ફેંકવો
હવે સીધો
1,000 સુધી ભારે
પડી શકે
છે.
એટલું જ
નહીં, જો
સ્થળ પર
જ દંડની
રકમ ન
ચૂકવવામાં આવી,
તો મામલો
કોર્ટ સુધી
જઈ શકે
છે અને
ત્યાં 2,000 સુધીનો
વધારાનો દંડ
ફટકારવામાં આવી
શકે છે.
રેલવે મંત્રાલયે
24 ઓગસ્ટના રોજ
આ અંગે
રાજપત્ર અધીસૂચના
બહાર પાડી
છે. રેલવેએ
સાફસફાઈ સંબંધિત
2012ના નિયમોમાં
સુધારો કર્યો
છે. આ
હેઠળ પહેલાં
લાગુ મહત્તમ
500ના દંડને
વધારીને હવે
1,000 કરી દેવામાં
આવ્યો છે.
સુધારેલા નિયમોમાં
રેલવે પરિસરમાં
સાફસફાઈ જાળવી
રાખવા અને
જાહેર સંપત્તિને
નુકસાનથી બચાવવા
સંબંધિત દેશની
અનેક જોગવાઈઓ
સામેલ છે.
નવા નિયમો
પ્રમાણે રેલવે
સ્ટેશન, પ્લેટફોર્મ
કે ટ્રેનના
કોચની અંદર
કચરો ફેંકવો
અથવા નક્કી
કરેલી જગ્યા
સિવાય ક્યાંય
પણ કચરો
છોડવો દંડનીય
રહેશે.
એટલે કે
પેસેન્જર કે
રેલવે પરિસરમાં
હાજર અન્ય
કોઈ વ્યક્તિ
જો જાણીજોઈને
ગંદકી ફેલાવશે,
તો તેના
પર 1,000 સુધીની
પેનલ્ટી લગાવવામાં
આવી શકે
છે. આ
ઉપરાંત રેલવે
પરિસરમાં રસોઈ
બનાવવી, નાહવું,
થૂંકવું, પેશાબ
કરવો અને
શૌચ ક્રિયા
કરવી પણ
પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં
સામેલ છે.
પ્રાણીઓ કે
પક્ષીઓને ચણ/ખાવાનું
આપવું, ગાડી,
વાસણ કે
કપડાં ધોવાં
અને રેલવે
પરિસરમાં સામાન
રાખવો પણ
નિયમોની વિરુદ્ધ
છે.
નિયમો હેઠળ
પેનલ્ટી વસૂલવાનો
અધિકાર સ્ટેશન
માસ્ટર કે
સ્ટેશન મેનેજર,
કમર્શિયલ વિભાગના
ટિકિટ કલેક્ટર,
ઓપરાટિંગ વિભાગના
સમાન રેન્કના
અધિકારી અને
અધિકૃત અધિકારીઓને
આપવામાં આવ્યો
છે. જો
કોઈ વ્યક્તિ
સ્થળ પર
દંડની રકમ
ચૂકવતી નથી,
તો તેની
સામે આગળ
કાનૂની કાર્યવાહી
કરી શકાય
છે અને
મામલો કોર્ટ
સુધી પહોંચી
શકે છે.
આવી સ્થિતિમાં
2,000 સુધીનો વધારાનો
દંડ લગાવી
શકાય છે.