• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

દક્ષિણ આફ્રિકાને હરાવીને નામીબિયાએ રચ્યો ઈતિહાસ

T-20 ટ્રાઈ શ્રેણીની શરૂઆતે જ નામીબિયાની દક્ષિણ આફ્રિકા ઉપર જીત

નવી દિલ્હી, તા. 29 : ક્રિકેટ જગતમાં ફરી એક વખત મોટો ઉલટફેર જોવા મળ્યો છે. આઈસીસી રેંકિંગમાં 14મા નંબરની ટીમ નામીબિયાએ દક્ષિણ આફ્રિકાને 18 રને હરાવ્યું છે. 28 ઓગસ્ટથી શરૂ થયેલી ટ્રાઈ સીરિઝના પહેલા જ મેચમાં ક્રિકેટ ચાહકોને મોટી ઉલટફેર જોવા મળી છે.

શ્રેણીમાં મેજબાન નામીબિયાએ પહેલા રમતા 20 ઓવરમાં નવ વિકેટે 169 રનનો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકી ધુરંધર માત્ર 145 રન જ કરી શક્યા હતા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ટી20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં નામીબિયાએ દક્ષિણ આફ્રિકા સામે અત્યારસુધીમાં માત્ર બે જ મેચ રમ્યા છે અને બન્નેમાં જીત મળી છે. આ સાથે જ નામીબિયાએ 100 ટકા વિનિંગ રેકોર્ડ જાળવી રાખ્યો છે.

શાનદાર જીત સાથે નામીબિયાએ ઈતિહાસ પણ રચ્યો છે. નામીબિયા હવે દુનિયાની એવી પહેલી એસોસિએટ ટીમ બની છે જેણે દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમને બે વખત વખત ટી20માં હરાવી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક