• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

ભારત ખરીદશે સૌથી ખતરનાક એન્ટી ટેંક મિસાઈલ જેવલિન

નવી દિલ્હી, તા. 28 : ભારતે યુદ્ધના મેદાનમાં પરખવામાં આવેલી અમેરિકી જેવલિન એન્ટી ટેંક મિસાઈલ સિસ્ટમને ખરીદવાની યોજના બનાવી છે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ જાણકારી આપી હતી. આ પગલું દુશ્મનના બખ્તરબંધ વાહનોનો સામનો કરવાની ભારતીય સશત્ર દળની ક્ષમતાને વધારે મજબૂત કરી શકે છે. આ પ્રસ્તાવિત ખરીદી ભારતના શત્રાગારમાં અત્યાધિક મોબાઈલ અને સટીક મારક ક્ષમતા ધરાવતા એન્ટી આર્મર હથિયારને જોડશે. જેવલિન એક મેન પોર્ટેબલ અને ખભાથી દાગવામાં આવતી એન્ટી ટેંક ગાઈડેડ મિસાઈલ છે. જેને અમેરિકી રક્ષા કંપની લોકહીડ માર્ટિન અને આરટીએક્સએ વિકસિત કરી છે. આ મિસાઈલ એવી રીતે બનાવવામાં આવી છે જેનાથી સૈનિકો એન્ટી ટેંક પ્લેટફોર્મની મદદ વિના જ દુશ્મનના બખ્તરબંધ વાહનોને તબાહ કરી શકશે.

ઇ-પેપરના નવા શુલ્ક