• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

એનડીએના બે સાથીપક્ષોમાં વિવાદ

અનામત મુદ્દે પાસવાને માંઝીનાં રાજીનામાંની માંગ કરી; ઓરિસ્સા ભાજપમાં આંતરકલહ

નવી દિલ્હી, તા. 29 અનામતના મુદ્દા પર સત્તારૂઢ એનડીએ જોડાણના બે સાથીપક્ષો વચ્ચે વિવાદ ખુલીને સામે આવ્યો છે. કેન્દ્રિય મંત્રી ચિરાગ પાસવાને પોતાના સાથે અને કેન્દ્રિય મંત્રી જીતનરામ માંઝીનાં રાજીનામાંની માંગ કરી હતી.

માંઝીના પક્ષ હિન્દુસ્તાની આવામ મોરચા (હમ) અનામત નીતિની સમિક્ષાની માંગ કરી હતી. મુદ્દે પાસવાન માંઝીના પુત્ર અને બિહારના મંત્રી સંતોષકુમાર સુમનનાં રાજીનામાંની પણ માંગ કરી હતી.

બીજી તરફ, કેન્દ્રીય આદિવાસી બાબતોના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જુએલ ઓરામે પોતાની પાર્ટીના નેતાઓ સામે મોરચો ખોલ્યો છે. ઓડિશાના રાઉરકેલામાં સંગઠિત ગુનાખોરીના કેસમાં તેમના નજીકના સહયોગી રાકેશ પાસવાનની પોલીસ દ્વારા અટકાયત બાદ આખો વિવાદ શરૂ થયો છે. રાકેશ પાસવાન પર સરકારી ગેસ્ટહાઉસમાં ગુનેગારોને આશરો આપવાનો આરોપ છે

જો કે, પાસવાને આરોપોને ફગાવી દીધા છે. શરૂઆતમાં ઓરામે કાયદાને પોતાનું કામ કરવા દેવાની વાત કરી હતી, પરંતુ ત્યારબાદ તેમણે પોતાની પાર્ટીના વિરોધી જૂથ પર આકરા પ્રહારો કર્યા હતાસુંદરગઢ લોકસભા બેઠક પરથી 6 વખત સાંસદ રહી ચૂકેલા જુએલ ઓરામે ગંભીર આરોપ લગાવ્યો છે કે, પાર્ટીના કેટલાક નેતાઓ તેમને બદનામ કરવા માટે પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે. નેતાઓ એવું માને છે કે, જો તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હટાવી દેવામાં આવે તો તેમને મંત્રી પદ મળી જશે

ઓરામે જણાવ્યું કે, રાજકીય ષડયંત્ર બાદ તેમણે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. પહેલાં તેમણે આગામી ચૂંટણી લડવાનો વિચાર કર્યો હતો, પરંતુ હવે તેઓ 2029ની લોકસભા ચૂંટણી ચોક્કસપણે લડશે અને પોતાના વિરોધીઓનો સામનો કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક