• રવિવાર, 30 ઑગસ્ટ, 2026

ચિત્રકૂટમાં ગોરડી ડેમમાં ભંગાણ ઃ આસપાસનાં વિસ્તારો જળમગ્ન

ભારે વરસાદનાં કારણે સ્થિતિ વણસી મંદાકિની નદી ગાંડીતૂર

નવી દિલ્હી, તા.29 મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશનાં સીમાવર્તી વિસ્તારોમાં સતત ભારે વરસાદનાં કારણે સ્થિતિ વણસી ગઈ છે. નદીઓ બે કાંઠે ધસમસવા લાગી છે અને અનેક વિસ્તારોનો મુખ્યમાર્ગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ચિત્રકૂટમાં ગોરગી ડેમમાં ભંગાણનાં કારણે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે.

ચિત્રકૂટમાં હાલત સૌથી વધુ ગંભીર બનેલી છે. મંદાકિનીનું જળસ્તર તેજ ગતિએ વધવાનાં કારણે રામઘાટ સહિતનાં આસપાસનાં વિસ્તારોમાં પૂરનાં પાણી ધસી ગયા છે. તો ગોરગી ડેમમાં ભંગાણની સૂચના પછી પ્રશાસન અને રાહત-બચાવ દળો એલર્ટ બની ગયા છે. ચિત્રકૂટમાં મંદાકિની નદીની સપાટીમાં ઓચિંતા વધારો થતાં રામઘાટ ક્ષેત્રમાં પૂર જેવી હાલત પેદા થઈ ગઈ હતી. નદીની સપાટી આશરે 30 ફૂટે પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેનાં હિસાબે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઝડપભેર પહોંચી રહ્યું છે અને આસપાસનાં વિસ્તારો જળમગ્ન બનવા લાગ્Î છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક