છઇઈંના
રિપોર્ટમાં ખુલાસો : વર્ષ પહેલાની સરખામણીએ ઋણ
26.3
અબજ ડોલર વધ્યું : વૃદ્ધિમાં ખાનગી કંપનીઓની ઉધારી વધારે
નવી
દિલ્હી, તા. 1 : ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે. જો કે આ
દરમિયાન આરબીઆઈના નવા આંકડાએ દેશની દેવાદારીની નવી તસવીર બતાવી છે. રિઝર્વ બેન્ક ઓફ
ઇન્ડિયાના નવા રિપોર્ટ અનુસાર દેશનું કુલ વિદેશી કરજ વધીને 762.8 અબજ ડોલર એટલે કે
લગભગ 72.15 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. માર્ચ 2026ના અંત સુધી ભારતનું વિદેશી
કરજ એક વર્ષ પહેલાની સરખામણીએ 26.3 અબજ ડોલર વધ્યું છે.
આરબીઆઇ
અનુસાર અમેરિકી ડોલરની મજબૂતીએ વિદેશી કરજની વાસ્તવિક વૃદ્ધિને આંશિક રીતે છુપાવી છે.
જો વેલ્યૂએશનની અસરને હટાવી દેવામાં આવે તો
કરજમાં વૃદ્ધિ 26.3 અબજ ડોલર નહીં, લગભગ 51 અબજ ડોલર હોય શકે છે. એટલે કે ડોલરના મુકાબલે
અન્ય પ્રમુખ મુદ્રાઓ કમજોર પડતા તે મુદ્રામાં લેવામાં આવેલા કરજની ડોલરમાં ગણતરી ઓછી
થઈ છે અને વિદેશી ઋણનો આંકડો અપેક્ષાકૃત નાનો જોવા મળ્યો છે.
કોઈપણ
દેશ માટે માત્ર કુલ કરજ મહત્ત્વનું નથી પણ દેશની અર્થવ્યવસ્થાના મુકાબલે કરજ કેટલું
છે તે અગત્યનું છે. આ માપદંડ ઉપર જોવામાં આવે તો ભારતની વિદેશી ઋણ-જીડીપીની સરેરાશ
વધીને 20.8 ટકાએ છે. જે એક વર્ષ પહેલાં 19.8 ટકા હતી. એટલે કે આર્થિક વિકાસની સાથે
સાથે વિદેશી દેવાનો આકાર વધી રહ્યો છે.
રિપોર્ટમાં
અન્ય એક દિલચસ્પ વાત એ સામે આવી છે કે સરકારનું વિદેશી કરજ ઘટયું છે, જ્યારે ખાનગી
ક્ષેત્રીન વિદેશી ઉધારી વધી છે એટલે કે કરજમાં વૃદ્ધિ પાછળ સૌથી મોટી ભૂમિકા પ્રાઇવેટ
સેક્ટરની રહી છે. નોન ફાયનાન્શિયલ કોર્પોરેટ કંપનીઓ કુલ વિદેશી કરજમાં 36.4 ટકા હિસ્સો
ધરાવે છે.