શાપરમાં થયેલી
હત્યાના બનાવમાં
વિચિત્ર વળાંક,
કોહવાયેલા મૃતદેહની
હત્યાનો ભેદ
ઉકેલાયો
રાજકોટ,તા.1ઃ
શાપરમાં સ્ત્રી
વેશમાં મળી
આવેલા મૃતદેહ
અંગે પોલીસે
તપાસ કરી
હત્યાનો ભેદ
ઉકેલી નાખ્યો
છે, ઇન્સ્ટાગ્રામ
મારફતે યુપીના
યુવકે સ્ત્રી
સમજી કિન્નર
સાથે લગ્ન
કર્યા બાદ
હકીકત સામે
આવતા બબાલ
શરુ થઇ
હતી અંતે
કિન્નરના ત્રાસથી
કંટાળી યુવકે
શાપરમાં પત્થરના
ઘા ઝીંકી
કિન્નરની હત્યા
કરી હતી.
પોલીસે આ
ગુનામાં શાપરના
પડવલા ખાતે
કારખાનામાં કામ
કરતા મૂળ
ઉત્તર પ્રદેશના
20 વર્ષીય આરોપી
પીયુષકુમાર બબલુ
ખરવારની ધરપકડ
કરી પૂછપરછ
કરતા સામે
આવ્યું કે,
આરોપી પીયુષ
ત્રણ વર્ષ
પહેલાં હૈદરાબાદ
હતો ત્યારે
ફેસબુક અને
ઇન્સ્ટાગ્રામના માધ્યમથી
‘પૂનમ’ નામની
આઈડી ધરાવતી
વ્યક્તિ સાથે
પ્રેમ થયો
હતો. બંનેએ
હૈદરાબાદમાં લગ્ન
પણ કરી
લીધા હતા.
જોકે, શરીર
સંબંધ બાંધવામાં
આનાકાની થતાં
પીયુષને શંકા
ગઈ હતી.
તપાસ કરતાં
પૂનમ વાસ્તવમાં
સ્ત્રી નહીં
પણ ઉત્તર
પ્રદેશનો ‘ચંદનકુમાર’
નામનો કિન્નર
હોવાનું બહાર
આવ્યું હતું.
આ સત્ય
સામે આવ્યા
બાદ બંને
વચ્ચે ભારે
વિવાદ અને
ઝઘડાની શરૂઆત
થઈ હતી.પોતાની
સાથે
છેતરાપિંડી થઈ
હોવાનું જાણતા
જ પીયુષ
હૈદરાબાદથી પોતાના
વતન અને
ત્યારબાદ રાજસ્થાન
જતો રહ્યો
હતો, પરંતુ
ચંદન તેનો
પીછો છોડતો
ન હતો.
ચંદને પીયુષના
બહેનના લગ્નમાં
પણ ડખો
કરી પીયુષને
ઈજા પણ
પહોંચાડી હતી.
આ ત્રાસથી
બચવા પીયુષ
કોઈને કહ્યા
વગર શાપરના
પડવલા ગામે
મજુરી કરતા
પોતાના ભાઈ
પાસે કામ
કરવા આવી
ગયો હતો.
અહીં પણ
ગત 21 જૂને
ચંદન સરનામું
શોધીને આવી
પહોંચ્યો હતો
અને પીયુષ
પર હુમલો
કર્યો હતો
અંતે ચંદનના
ત્રાસથી કંટાળી
પીયુષે ચંદનને
માર મારી
અર્ધબેભાન કરી,
રેલ્વે ટ્રેક
નજીક અવાવરું
જગ્યાએ લઈ
જઈ માથા
અને મોઢા
પર પથ્થરના
ઘા ઝીંકી
તેની હત્યા
કરી નાખી
હતી.