• ગુરુવાર, 02 જુલાઈ, 2026

પોરબંદરમાં માંગલિક પ્રસંગે 8 લાખથી વધુના દાગીના ચોરાયા

પોરબંદર, તા.1 પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલા રોયલ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા કિશોરભાઈ પ્રભુદાસભાઈ રૂપારેલિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની મોટી દીકરી નીકિતાની પહેલી જુલાઈના સગાઈ અને બીજી જુલાઈના લગ્ન હોવાથી તેમના ઘરે અંગત સગા સંબંધીઓ આવ્યા હતા. સિવાય દીકરીને તૈયાર કરવા માટે બ્યુટી પાર્લરનું કામ કરવા રાજકોટથી એક યુવતી આવી હતી. તારીખ 30 જૂનના ઘરના સભ્યોને બહારથી આવેલા મહેમાનો અલગ અલગ સમયે હોટલમાં બહાર જમવા ગયા હતા અને ત્યારબાદ 1230 વાગ્યે દીકરીના ઘરેણા કબાટમાં રાખ્યા હતા તેથી દાગીનાનું લિસ્ટ બનાવવા માટે કબાટમાંથી ઘરેણા કાઢવા જતા ચાવી કબાટમાં લગાડેલી હતી. જેથી કબાટ ખોલીને તપાસ કરતા અંદાજે 8,12,500ના દાગીના ચોરાઈ ગયેલા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક