• ગુરુવાર, 02 જુલાઈ, 2026

દેશની ન્યાય પ્રણાલીનો કાયાકલ્પ

આવતા વર્ષથી પોલીસથી કોર્ટ સુધી બધું થશે ડિજિટલ : તમામ ડેટા ‘મેઘરાજ’ પર થશે સંગ્રહિત

નવી દિલ્હી, તા. 1 : ફોજદારી ન્યાય પ્ર્રણાલીને સંપૂર્ણ આધુનિક અને પરદર્શી આપવાની તૈયારી અંતિમ તબક્કામાં છે, દેશભરમાં ઇન્ટરઓપરેબલ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ આઇસીજેએસના સંપૂર્ણ અમલીકરણ સાથે, નવા ફોજદારી કાયદા હેઠળ તપાસ અને ટ્રાયલ સંબંધિત તમામ પ્રક્રિયાઓનો ડિજિટલ રેકોર્ડ તૈયાર કરવામાં આવશે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને અખબારી અહેવાલમાં આ માહિતી આપામાં આવી હતી.

આઇસીજેએસ એક સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ છે જે પોલીસ, કોર્ટ, જેલો, ફોરેન્સિક પ્રયોગ શાળાઓ અને ફરિયાદ પ્રણાલી સહિત ફોજદારી ન્યાય પ્રણાલીના તમામ એકમોને જોડે છે. આ સિસ્ટમ માટેનો તમામ ડેટા સરકારની માલિકીના ક્લાઉડ પ્લેટફોર્મ, મેઘરાજ પર સંગ્રહિત કરવામાં આવશે.  જોકે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો એનસીઆરબીના ડેટા અનુસાર, કોર્ટ દ્વારા એફઆઇઆરની ડિજિટલ પ્રાપ્તિ હાલમાં માત્ર 46 ટકા છે. આનો અર્થ એ થયો કે નોંધાયેલા અડધાથી ઓછા કેસોની એફઆઇઆર ઇલેક્ટ્રોનિક રીતે કોર્ટમાં પહોંચી રહી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક