પુરુષ
વર્ગમાં અપસેટ : ચોથા ક્રમનો શેલ્ટન બહાર: સબાલેંકા ત્રીજા રાઉન્ડમાં
લંડન,
તા.1 : અમેરિકાની દિગ્ગજ મહિલા ટેનિસ ખેલાડી અને 23 વખતની ગ્રાંડસ્લેમ વિજેતા સેરેના
વિલિયમ્સ 4 વર્ષ પછીના વાપસી સિંગલ્સ મેચમાં જીત મેળવી શકી ન હતી. 44 વર્ષીય સેરેનાનો
વિમ્બલ્ડનના પ્રથમ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાની 20 વર્ષીય ખેલાડી માયા જોઇન્ટ વિરુદ્ધ સંઘર્ષ
બાદ 3-6, 7-6 અને 3-6થી પરાજય થયો હતો. માયા જોઇન્ટની વિમ્બલ્ડનમાં આ પહેલી જીત છે
અને તે પણ સેરેના સામે મળી છે. સેરેના છેલ્લે 2022માં યુએસ ઓપનમાં સિંગલ્સ મેચ રમી
હતી. આ પછી 1397 દિવસના અંતર બાદ વિમ્બલ્ડનમાં ઉતરી હતી.
વિમ્બલ્ડનના
મહિલા સિંગલ્સના અન્ય મેચમાં નંબર વન સબાલેંકા પણ ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે.
પુરુષ
વર્ગમાં અપસેટ થયો હતો. 140મા ક્રમના ખેલાડી ફિનલેન્ડના ખેલાડી ઓટો વિર્ટાનેને ચોથા
ક્રમના ખેલાડી બેન શેલ્ટન સામે 6-4, 3-6, 6-7, 6-2 અને 7-6થી જીત મેળવી બીજા રાઉન્ડમાં
જગ્યા બનાવી હતી.