• ગુરુવાર, 02 જુલાઈ, 2026

રોહિત યાદવનો રેકોર્ડ : 87.05 મી.ના થ્રો સાથે નિરજથી આગળ થયો

નવી દિલ્હી, તા.1: ભારતના પ્રતિભાશાળી યુવા ભાલા ફેંક ખેલાડી રોહિત યાદવે નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે નેશનલ ઇન્ટર સ્ટેટ સિનીયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંકની સ્પર્ધામાં 87.0પ મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ રોહિત યાદવ એશિયન ગેમ્સ માટે ક્વોલીફાય થયો હતો. આ સાથે જ રોહિત આ સીઝનમાં સૌથી લાંબો થ્રો કરનારો ભારતનો ખેલાડી બની ગયો હતો. તે દિગ્ગજ નિરજ ચોપરાથી આગળ થયો છે. નિરજે તાજેતરમાં ડાયમંડ મીટમાં 8પ.69 મીટરનો થ્રો કર્યો હતો. આ ઉપરાંત આ સીઝનમાં સૌથી બેસ્ટ થ્રોની વિશ્વ સૂચિમાં પણ રોહિત યાદવ બીજા નંબર પર આવી ગયો છે. પહેલા નંબર પર શ્રીલંકાનો ભાલા ફેંક ખેલાડી રમેશ થરંગા પથિરગે (92.62) છે. હાલ આ સૂચિમાં નિરજ ચોથા ક્રમે છે.

ઇ-પેપરના નવા શુલ્ક