6 મહિનાની
અંદર અભિષેક શર્માનું સિંહાસન છીનવી લીધું
દુબઇ,
તા.1: આઇસીસી ટી-20 બેટિંગ ક્રમાંકમાં ફેરફાર થયા છે. ટીમ ઇન્ડિયાનો વિકેટકીપર ઇશાન
કિશન નવો નંબર વન બેટર બન્યો છે. તેણે સાથી ખેલાડી અભિષેક શર્માને પાછળ રાખીને ટોચનું
સ્થાન હાંસલ કર્યું છે. જે પાછલા લગભગ એક વર્ષથી ટોચ પર બિરાજમાન હતો. આઇસીસીની નવી
સૂચિમાં ઇશાન અને અભિષેક વચ્ચે 7 અંકનો તફાવત છે. આ સાથે જ ઇશાન કિશન હવે વિરાટ કોહલી,
સૂર્યકુમાર યાદવ અને અભિષેક શર્મા બાદ ટી-20 ફોર્મેટમાં નંબર વન બેટર બન્યો છે. ઇશાન
કિશને ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કરીને લગભગ 200ની સ્ટ્રાઇક રેટથી 317 રન બનાવ્યા
હતા. જો કે તે આયરલેન્ડ સામેના બન્ને મેચમાં રન કરી શકયો ન હતો.
ઇશાનના
ખાતામાં હાલ 876 અને અભિષેકના 869 રેટિંગ પોઇન્ટ છે. ઇશાને વાપસી બાદ ફકત 6 મહિનામાં
ટોચનો ક્રમ હાંસલ કર્યો છે. ટોચના 10 બેટર્સની સૂચિમાં તિલક વર્મા 747 રેટિંગ સાથે
6 નંબર પર છે.
આઇસીસી
ટેસ્ટ ક્રમાંકમાં પણ ફેરફાર થયા છે. ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ પહેલીવાર નંબર વન બેટર
બન્યો છે. ન્યુઝીલેન્ડ સામેના ત્રીજા ટેસ્ટમાં ઈંગ્લેન્ડના જો રૂટ અને હેરી બ્રુકના
બેટ શાંત રહ્યા હતા. જેનો ફાયદો હેડને મળ્યો છે. આ ઉપરાંત ભારતીય બોલર બુમરાહ પણ ફરી
ટેસ્ટ બોલર ક્રમાંકમાં પહેલા ક્રમે આવી ગયો છે. કિવિઝ બોલર મેટ હેનરી બીજા ક્રમે ખસી
ગયો છે.