• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ આજે શાંત, રવિવારે મતદાન

95% મતદારો રાજ્યનાં ગામ-શહેરોનું રાજકીય ભાવિ નક્કી કરશે

 

 ઋષિકેશ વ્યાસ

અમદાવાદ, તા.23 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે માત્ર 3 દિવસ બાકી બચ્યાં છે આગામી તા.26મી  એપ્રિલને રવિવારે સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યની 392 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે મતદાન યોજાશે જેનાં 48 કલાક પૂર્વે એટલે કે, આવતીકાલે તા.24ને સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ જશે અને ઉમેવારો ચૂંટણીના દિવસે મતદારોને પોતાની તરફેણમાં મતદાન માટે બૂથ સુધી લઈ જવાની આખરી તૈયારીઓમાં વ્યસ્ત થઈ જશે.

આ ચૂંટણીમાં 731 બેઠક બિન હરીફ જાહેર થયા પછી હવે, બાકી રહેતી કુલ 9308 બેઠક માટે 25,551 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઈ રહ્યો છે. મિની વિધાનસભા-ચૂંટણી તરીકે જોવાઈ રહેલી આ વખતની ચૂંટણીમાં પ્રથમવાર ઘઇઈ અનામત બેઠકો 10 ટકાથી વધારીને 27 ટકા કરાઈ છે. જેનાં કારણે સામાજિક સમીકરણોમાં મોટો ફેરફાર થયો છે. ગ્રામ્ય અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ઘઇઈ મતદારોનો પ્રભાવ વધ્યો છે અને પરંપરાગત સામાન્ય-જનરલ બેઠકોનો હિસ્સો નોંધપાત્ર રીતે ઘટયો છે એટલે એમ કહી શકાય કે આ ચૂંટણીનાં પરિણામો આગામી 2027ની વિધાનસભાની ચૂંટણીની રણનીતિ માટે અત્યંત મહત્ત્વની સાબિત થઈ શકે છે.

સૌથી મહત્ત્વનું એ છે કે, ગત ચૂંટણીમાં 6 મનપાની  ચૂંટણી  યોજાઈ હતી. આ વખતે 9 મનપા નવી બનતા તેમાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે. આમ કુલ 15, નગરપાલિકામાં ચૂંટણી થશે. એવી જ રીતે ગત ચૂંટણીમાં 81 નગરપાલિકાની સંખ્યા 81 હતી. જે આ વખતે વધીને 84 થઈ છે. એવી જ રીતે જિલ્લા પંચાયતોની સંખ્યા પણ 31થી વધીને 34 તથા તાલુકા પંચાયતોની સંખ્યા પણ 239થી વધીને 260 થઈ છે.

આમ  કુલ મળીને 44 જેટલી નવી સંસ્થાઓ ઉમેરાઈ છે અને ત્યાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ રહી છે. આ ઉપરાંત આ વખતે પ્રથમવાર ઘઇઈ અનામત 10 ટકાથી વધીને 27 ટકા કરાઈ છે. જેનાં કારણે સ્થાનિક રાજકારણમાં સામાજિક સમીકરણો બદલાયાં છે. રાજકીય પક્ષોની પરંપરાગત મત બેન્કોમાં હલચલ સર્જાઈ છે. 

-----------------

4,49,097  કર્મી ચૂંટણી પ્રક્રિયામાં તૈનાત રહેશે

?          કુલ 4,18,91,747 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, જેમાંથી 1,10,38,468 મતદારો મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં, 33,66,333 નગરપાલિકા વિસ્તારોમાં અને 2,74,85,945 મતદારો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિસ્તારોમાં મતદાન કરશે 

?          જેમાં 2,16,17,803 પુરુષ,  2,02,72,978 મહિલા મતદારો અને 965 અન્ય મતદારો છે 

?          રાજ્યમાં 49,591 મતદાન મથકો તૈયાર કરાયા છે, જેના સંચાલન માટે 4,49,097 કર્મચારીઓને જવાબદારી સોંપાઈ છે.

?          આ ચૂંટણીઓ માટે 11,000 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

 

ચૂંટણીના કેટલાક રસપ્રદ મુદ્દા

ક્ષ          રાજ્યમાં જઈંછ બાદ કુલ 4.40 કરોડ મતદારોમાંથી 95 ટકા જેટલા એટલે કે આશરે 4.19 કરોડ જેટલા મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

ક્ષ          લગભગ 49,591 મતદાન મથકો પર મતદાન થશે અને સંપૂર્ણ પ્રક્રિયા ઇલેક્ટ્રોનિક વાટિંગ મશીનથી યોજાશે 

વિધાનસભાની ચૂંટણી માટેની

‘ટ્રેન્ડ સેટર’ સાબિત થશે

આ ચૂંટણી માત્ર સ્થાનિક સત્તા માટે નથી પરંતુ રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણી માટેનો ટ્રેન્ડ સેટર સાબિત થઈ શકે છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના મુદ્દાઓ અને અસરકર્તા પરિબળોમાં ભલે અનેકગણો તફાવત હોય છતાં આ ચૂંટણીમાં જોડાયેલા નવા વિસ્તારો, વધતી સંસ્થાઓ, ઘઇઈ અનામત અને ત્રિપાંખિયા ચૂંટણી જંગ ગુજરાતના રાજકારણ માટે મોટા સંકેતો આપી જશે. જે 2027ની વિધાનસભાની ચૂંટણીની રણનીતિ માટેની પૂર્વ ભૂમિકા બાંધી જશે અને તે ગુજરાતની ભાવિ રાજકીય દિશા નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

 

મતદારો અને મતદાન મથકો

ક્ષ          કુલ મતદારો         : 4,18,91,747

ક્ષ          પુરુષ મતદારો      : 2,16,17,803

ક્ષ          મહિલા મતદારો    : 2,02,72,979

ક્ષ          મતદાન મથકો      : 49,591

અનામત મુજબ બેઠકોનું ચિત્ર (27% OBC સાથે)

ઘઇઈ અનામત બેઠકો         27% (પ્રથમ વખત અમલ)

જઈ અનામત બેઠકો          આશરે 7%

જઝ અનામત બેઠકો          આશરે 15%

સામાન્ય બેઠકો     આશરે 51%

 

2021ની સરખામણીમાં

કેટલી સંસ્થાઓ વધી ?

સંસ્થાઓ            જૂની      નવી       કુલ        વધારો

મહાનગરપાલિકા   06        09        15-      (+9)

નગરપાલિકા        81         3         84-      (+3)   

જિલ્લા પંચાયત    31        3          34-      (+3)

તાલુકા પંચાયત     239     21        260-    (+21)

 

ઇ-પેપરના નવા શુલ્ક