પોરબંદર,
તા.22: માધવપુરની નવદુર્ગા શેરીમાં રહેતા સુનિલ કિશોર કનાબાર નામના 32 વર્ષના યુવાને
માધવપુર પોલીસ મથકમાં એવી ફરિયાદ નોંધાવી છે કે, તા.21ના સાંજે 6 વાગ્યે તે પોતાની
દુકાને હતો ત્યારે તેની પત્ની અનીતા દુકાને આવી હતી અને દુકાનના થડામાં રાખેલા એક લાખ
રૂપિયાની રોકડ સુનીલે તેની પત્ની અનીતાને ઘરે રાખવા માટે આપી હતી. આથી અનીતા પર્સમાં
એક લાખ રૂપિયા ઇને ઘરે જતી રહી હતી.
સાતેક
વાગ્યા આસપાસ અનીતાએ પતિને ફોન કરીને જણાવ્યું
હતું કે, ‘તમે મને જે એક લાખ રૂપિયા આપ્યા હતા તે પર્સમાં રાખીને ઘરે આવી અને નવ મહિનાના
દીકરા અનૂજને તેડયો હતો. તેથી પર્સ ઘરની બહાર આવેલા ઓટલા પર મૂકીને તાળું ખોલ્યું હતું.
એ દરમિયાન અનુજ રડવા લાગતા તેને ઘરમાં મૂકવા માટે અંદર ગઇ હતી અને અનુજને મૂકીને પાછી
ફરી ત્યારે પર્સનું ચેન ખુલ્લું હતું તેથી મેં પર્સ હાથમાં લઇને તપાસતા એક લાખ રૂપિયા
તેમાં જોવા મળ્યા ન હતા. અને અજાણી વ્યક્તિ રૂપિયા કાઢીને જતી રહી છે તેવી વાત અનિતાએ
પતિને કરી હતી. ત્યાર બાદ તેઓએ શોધખોળ કરી હતી પરંતુ એ વ્યક્તિ કે રૂપિયાનો પતો મળ્યો
ન હતો તેથી અંતે માધવપુર પોલીસ સ્ટેશન ખાતે સુનીલ કાનાબારે અજાણ્યા શખસ સામે ચોરીની
ફરિયાદ નોંધાવી છે.