• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

ઈરાને પાકિસ્તાનથી ઘુસેલા ડઝનેક આતંકીઓ માર્યા

સિસ્તાન બોર્ડરે ઈરાન અને પાકિસ્તાન વચ્ચે વધ્યો તણાવ

નવી દિલ્હી, તા. 22 : અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા મધ્યસ્થતાની કોશિશ થઈ રહી છે તેવામાં ઈરાને પાકિસ્તાની સરહદથી ઘુસેલા ડઝનેક આતંકવાદીને ઠાર કર્યા છે. આ ઘટનાથી બન્ને દેશ વચ્ચે અચાનક તણાવ વધી ગયો છે. રિપોર્ટ અનુસાર ઈરાની સુરક્ષા દળોએ જૈશ અલ અદલ આતંકી સહુમની એક ઓપરેશન ટીમનો ખાત્મો કર્યો છે. આ બનાવ એવા સમયે બન્યો હતો જ્યારે આતંકવાદીઓ પાકિસ્તાની સરહદેથી રાસ્ક ક્ષેત્રમાં ઘૂસી આવ્યા હતા.

બનાવ ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં બન્યો હતો. ઈરાની સરકારી મીડિયા એજન્સી અનુસાર ઈરાની સુરક્ષા દળોએ જૈશ અલ અદલના ઘણા આતંકીઓને ઠાર કર્યા છે. બાદમાં ઈરાની સેના તરફથી આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. જો કે ઓપરેશન અંગે સત્તાવાર માહિતી હજી સુધી સામે આવી શકી નહોતી. જૈશ અલ અદલ એક બલૂચ સુન્ની આતંકી સંગઠન છે. જે 2012થી ઈરાન-પાકિસ્તાનની સરહદે સક્રિય છે. આ સંગઠન ઈરાની પોલીસ અને આઈઆરજીસી ઉપર હુમલા

કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક