• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

અવસાન નોંધ

ચક્ષુદાન

રાજકોટ: આંબાભાઇ રવજીભાઇ લીલાનું અવસાન થતા તેમના પરિવારની  ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. તે જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 842 ચક્ષુદાન થયેલ છે.

જૂનાગઢ: દુર્ગાશંકર જયસુખલાલ જોષી (નિવૃત્ત ડીઆઈએલઆર અને સીટી સર્વે સુપ્રીટેન્ડેન્ટ) તે જયકાંત દુર્ગાશંકર જોષી (જીએફસીસીએ લી.), હર્ષિદાબેન ભાસ્કરભાઈ જાની (નિવૃત્ત શિક્ષક કોટડાસાંગાણી), અલ્કાબેન ભાસ્કરભાઈ જાની (પોરબંદર)ના પિતા, કેવિન જયકાંત જોષી તથા પૂજાબેન કર્તવ્ય જોષીપરાના દાદાનું તા.22ના અવસાન થયું છે. અંતિમયાત્રા તા.23ના સવારે 8 કલાકે તેમના નિવાસ સ્થાન, અક્ષરધામ એપાર્ટમેન્ટ, બ્લોક નં.209, ગીરીરાજ સોસાયટી મેઈન રોડ, જુનાગઢથી નીકળશે.

રાજકોટ: ઔદિચ્ય ગોહિલવાડ બ્રાહ્મણ શ્રીનાથદાદા તળ મુળ જામનગરના વતની હાલ રાજકોટ ચંપકલાલ લક્ષ્મીશંકર વ્યાસ (ઉં.80)(રિટાયર રેલવે ડીઆરએમ ઓફીસ, રાજકોટ) તે સ્વ.લક્ષ્મીશંકર હરીશંકર વ્યાસના પુત્ર, સ્વ.ચંદુભાઈ, સ્વ.ધીરૂભાઈના નાનાભાઈ, કુસુમબેનના પતિ, ભરતભાઈ, જલેશ્વરીબેન વિશાલકુમાર જોષી (અંકલેશ્વર), જલ્પાબેન દર્શનકુમાર રાવલ (વડોદરા)ના પિતા, વિશાલકુમાર જોષી તથા દર્શનકુમાર રાવલના સસરા, ખનક અને હેમિલના નાના, સ્વ.દિનેશભાઈ, અનીલભાઈ, વિજયભાઈ (જામનગર), દિલીપભાઈ (મુંબઈ), જગદીશભાઈ (મુંબઈ), મીનાક્ષીબેન શિરીષકુમાર જોષી, કલ્પનાબેન મહેશકુમાર જોષી (રાજકોટ)ના કાકા, સ્વ.પ્રાણલાલ મહેતા, સ્વ.રમણીકભાઈ, હરસુખભાઈ, બટુકભાઈ, રસિકભાઈ મહેતાના બનેવીનું તા.20ના અવસાન  થયું છે. બેસણું તા.23ના સાંજે 5 થી 6, દેવી હોલ, બ્રાહ્મણ સમાજ વાડી, પોપટપરા નાલા સામે, હંસરાજનગર મેઈન રોડ, રેલવે જંક્શન પાસે, રાજકોટ છે.

રાજકોટ: દશા સોરઠીયા વણિક રાજકોટ નિવાસી મુળ બાંટવાના રસીકલાલ કાનજીભાઈ ભુપતાણી (ઉં.94) તે સુશીલાબેનના પતિ, અતુલ, દિપેન, કાશ્મીરા નરેન્દ્રકુમાર સાંગાણી, મીતા પરેશકુમાર ધોળકીયા, છાયા હરેશકુમાર વખારીયા, નયના ગૌરાંગકુમાર શાહના પિતા, બીનાબેનના સસરા, સ્વ. હિંમતલાલ, સ્વ.ગુણવંતરાય, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. રસીલાબેન નંદલાલ ગગલાણી, રમાગૌરી શાંતિલાલ સાંગાણી, સ્વ.મંજુલાબેનના ભાઈ, સ્વ.હીરાચંદ શેઠના જમાઈ, સ્વ.વિનોદરાય શેઠના બનેવી, ક્રિશિવના દાદાનું તા.19ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના સાંજે 4-30 થી 6, માલવીયાવાડી, ગોંડલ રોડ, રાજકોટ છે. લૌકિક ક્રિયા બંધ છે.

રાજકોટ: મુળ ચોટીલાવાળા હાલ રાજકોટ મોઢ વણિક વિનોદરાય દેવચંદભાઈ પારેખના પત્ની કોકીલાબેન (ઉં.73) તે દિપકભાઈ, રૂપાબેન મનોજકુમાર દોશી, અલ્પાબેન પરેશકુમાર વડોદરીયા, જાગૃતિબેન ચિરાગકુમાર શાહ, જુલીબેન કલ્પેશકુમાર ગાંધીના માતા, શિલ્પાબેનના સાસુ, માનસી, મહેક, નેન્સી કિશન વડોદરીયાના દાદીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 5 થી 6, મોઢ વણિક વિદ્યાર્થી ભવન, 5-રજપુતપરા, માલવીયા ચોક છે. પિયર પક્ષની સાદડી સાથે છે. મો.નં.79840 93402.

રાજકોટ: સૌરાષ્ટ્ર ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ અંજુબાળાબેન અમૃતલાલ પંડયા (ઉં.90)નું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.23ના સાંજે 4-30 થી 6-30, એફ-38, ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટી, જૂના ત્રણ માળિયા સામે, બસ સ્ટેશન પાછળ, અમરેલી છે.

ગોંડલ: મનસુખલાલ દુર્લભજીભાઈ અઢીયા (અઢીયા પેટ્રોલ પંપવાળા)ના પત્ની હંસાબેન (ઉં.87) તે રમેશભાઈ, બીપીનભાઈ, વિજયભાઈ (ભગતભાઈ), અશ્વિનભાઈ (રેલવે), પુષ્પાબેન ભોગીલાલ ઘીયા (જૂનાગઢ)ના માતા, સ્વ.વશરામભાઈ લીલાધરભાઈ પોબારૂના પુત્રી, સ્વ.ખોડીદાસભાઈ, સ્વ.છગનભાઈ, સ્વ.મોહનભાઈના બહેન, પ્રતિક, યશ, કેયુર, હર્ષિત, પીનલ, ખુશ્બુ, હેમાલી, શ્વેતાના દાદીનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, સાદડી તા.24ના સાંજે 5 થી 6, લોહાણા મહાજન વાડી, 6-મહાદેવ વાડી, ગોંડલ છે.

મોટી પાનેલી: પ્રકાશભાઈ રાડીયા (ઉં.67) તે સ્વ.નારાયણદાસ કેશવજી રાડીયા (પોરબંદરવાળા)ના પુત્ર, સ્વ.હાર્દિકભાઈના પિતા, બીપીનભાઈના મોટાભાઈ, સ્વ.દેવચંદભાઈ ડાયાભાઈ ઉનડકટ (ભાયાવદર)ના જમાઈનું તા.22ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી તા.23ના સાંજે 4 થી 5, લોહાણા મહાજન વાડી, મોટી પાનેલી છે.

રાજકોટ: મુળ ખાખરાના હાલ રાજકોટ કૃષ્ણકાંત જાગેશ્વર ત્રિવેદી (ઉં.86)(એજી ઓફિસ) તે તુષારભાઈ (બીએસએનએલ), સ્મીતલભાઈ (સરગમ એન્ટરપ્રાઈઝ), મનીષભાઈ (પુના)ના પિતા, રીમાબેન, લતાબેન, સ્મીતાબેનના સસરા, મોહનલાલ હરિશંકર દવે (બર્માશેલ)ના જમાઈ, પ્રદીપભાઈ દવે (જી.જી.હોસ્પિટલ, જામનગર)ના બનેવી, દીપકભાઈ (બીએસએનએલ), સરોજબેન આચાર્ય (કોર્ટે), નલીનીબેન (રાવણા)ના મોટાભાઈ, ઈશિતા, આદિત્ય, શ્રીદા, વિશ્વેશ, મીહિરના દાદાનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4-30 થી 6, ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ, રાજકોટ ખાતે છે.

ગોંડલ: શ્રીધર રામઅવધ તિવારી (ઉં.87) તે મહેશભાઈ, જયશ્રીબેન, ભાવનાબેન, યશોમતીબેન, નંદાબેન તથા અનિતાબેનના પિતાનું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, રામનાથ મહાદેવ મંદિર, ચોક્સીનગર, ઉમવાડા રોડ, ગોંડલ છે.

બાબરા: બ્રહ્મક્ષત્રિય સ્વ.ડાયાલાલ નાનજીભાઈ મેરના પુત્રવધુ હેમલતાબેન શાંતિલાલ મેર (ઉં.84) તે યોગેશભાઈ, સ્વ.હિતેશભાઈ, અલ્કાબેન, ચેતનાબેનના માતાનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 5 થી 6-30, બાબરા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડીએ છે.

આદિત્યાણા: પોરબંદરના હીરાબેન વેલજીભાઈ થાનકી (ઉં.84) તે હસુબેન, મુકેશભાઈ, ગીતાબેન, રમેશભાઈ મોઢા (અમેરીકા), મીનાબેનના માતાનું તા.21ના અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.23ના સાંજે 4 થી 5, નરશન ટેકરી, પેટ્રોલ પંપ પાસે, નૃસિંહ મંદિર (રામમંદિરે) છે.

પોરબંદર: મુળ વિંઝલપર હાલ પોરબંદર પ્રમોદભાઈ ભારદીયા (ઉં.78) તે સ્વ.નાનજીભાઈ ભીમજીભાઈ ભારદીયાના પુત્ર, સ્વ.ધનજીભાઈ, સ્વ.કાનજીભાઈ, સ્વ.હરસુખભાઈ, મહેન્દ્રભાઈના ભાઈ, હંસાબેનના પતિ, મેઘાવીબેન મિહિરભાઈ કરગથરા (વડોદરા), મીત્સુબેનના પિતા, જામખંભાળીયાવાળા સ્વ.ધરમશીભાઈ લાલજીભાઈ બામરોલીયાના જમાઈનું તા.20ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 5 થી 6, ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, સ્ટેશન રોડ ખાતે છે.

રાજકોટ: રજનીકાંત હરખચંદ ઉદાણી (ઉં.76) જૂનાગઢ હાલ રાજકોટ તે સ્વ.રેખાબેનના પતિ, સ્વ.રેવાબેન હરખચંદ ઉદાણીના પુત્ર, ભાવેશભાઈ ઉદાણી, બીનાબેન ટોળીયાના પિતા, ભાવિક અનીલભાઈ ટોળીયાના સસરાનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના બપોરે 4 કલાકે શેઠ પૌષધ શાળા, મનહર પ્લોટ, શેરી નં.12, મંગળા રોડ, રાજકોટ છે. લૌકિક ક્રિયા બંધ છે.

રાજકોટ: મુળ વાલર નિવાસી હાલ રાજકોટ હાલુભા ટપુભા સરવૈયા (ઉં.96)નું તા.21ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4 થી 6, સોમનાથ મહાદેવના મંદિરે, સોજીત્રાનગર, પાણીના ટાંકા સામે, સોજીત્રાનગર ખાતે છે.

રાજકોટ: હર્ષદભાઈ ગોટેચા (ઉં.79) તે સ્વ.દયાળજીભાઈ અમરશીભાઈ ગોટેચાના પુત્ર, ચિરાગભાઈ, દીપાબેન રીતેશભાઈ પારેખ, પુજાબેન પીયુષભાઈ ગોકાણીના પિતા, બીનાબેન ચિરાગભાઈ, પીયુષભાઈ હિતેશભાઈ ગોકાણી, સ્વ.રીતેશભાઈ અનીલભાઈ પારેખના સસરા, યાત્રીના દાદા, મહેન્દ્રભાઈ (જગદીશ સાડી), જીતેન્દ્રભાઈ (ચિત્રનગરી), ઈન્દુબેન, જ્યોત્સનાબેન રાજવેદ, શોભનાબેન ગણાત્રા, સ્વ.હંસાબેન ખીરેયાના ભાઈ, સ્વ.વ્રજલાલભાઈ કોટકના જમાઈનું તા.20ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા, શ્વસુર પક્ષની સાદડી તા.26ના સાંજે 5 થી 6, પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

ઇ-પેપરના નવા શુલ્ક