• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

મોરબીના પ્રૌઢ સાથે 3 લાખની સાયબર ઠગાઈ

મોરબી, તા.ર3: મોરબીના પંચાસર રોડ પર રહેતા એક પ્રૌઢ સાથે સાયબર ઠગ ટોળકીએ આરટીઓ ચલણના નામે છેતરપિંડી આચરી છે. ઠગોએ ફરિયાદીના મોબાઈલમાં એપીકે ફાઈલ મોકલી ફોન હેક કરી લીધો હતો અને દંપતીના બે અલગ અલગ બેંક ખાતામાંથી કુલ રૂ.3,00,000 ઉપાડી લીધા હતા. આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ, પંચાસર રોડ પર આવેલી ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા લાલજીભાઈ બાલુભાઈ સિણોજીયા (ઉં.વ.પ0) નામના આધેડના મોબાઈલ પર આરોપીઓએ આરટીઓ ચલણની એક એપીકે ફાઈલ મોકલી હતી. લાલજીભાઈએ આ ફાઈલ ખોલતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ત્યારબાદ તેમની જાણ બહાર તેમના એયુ બેંકના ખાતામાંથી રૂ.ર,9પ,000 અને તેમના પત્નીના એયુ બેંકના ખાતામાંથી રૂ.પ,000 મળી કુલ 3 લાખ રૂપિયા કેનરા બેંકના ખાતા નં.110273056488 અને એરટેલ પેમેન્ટ્સ બેંકના ખાતા નં.1084187611માં ટ્રાન્સફર થઈ ગયા હતા. ફરિયાદ દાખલ કરવામાં આવતા મોરબી સીટી ડિવિઝન પોલીસ બન્ને બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક