• શુક્રવાર, 13 માર્ચ, 2026

ગિફ્ટ સિટીમાં 26 લાખના ગાંજા સાથે રાજકોટનો શખસ ઝડપાયો 2 આઈફોન, ઈલેક્ટ્રિક વજન કાંટો સાથે આરોપીને જઘઋએ ઝડપ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ,તા.12 :  ગાંધીનગર ગિફ્ટી સિટીમાં રોજનું રૂ. 3,000નું ભાડું ચૂકવીને આલિશાન ફ્લેટમાં રહીને ગાંજો વેચવાનો ધંધો કરનાર રાજકોટના યુવકની ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે. મૂળ મોરબી ગામનો અને હાલ રાજકોટમાં માધાપર ચોકડી પાસે રહેતા 25 વર્ષીય યુવકે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં શોભા ડ્રીમ હાઈટ્સમાં 23મા માળે ફ્લેટ ભાડે રાખ્યો હતો. ગત મોડી રાત્રે એસઓજીની ટીમે ચોક્કસ બાતમીને આધારે રેડ પાડીને યુવકને 26.11 લાખના ગાંજા સાથે ઝડપી લીધો હતો. 

અંકિત કક્કડ બે દિવસથી ગાંધીનગરના ગિફ્ટી સિટી સ્થિત શોભા ડ્રીમ હાઈટ્સ ટાવર નં.1માં 23માં માળે 1235 ફ્લેટમાં રહેતો હતો. તેણે મહિનાના રૂ. 90000ના ભાડેથી આ લક્ઝ્યુરિયસ ફ્લેટ ગાંજાનું વેચાણ કરવા લીધો હતો. પોલીસે બાતમીને આધારે દરોડો પાડીને અંકિતને 0.746 કિલોગ્રામ ગાંજા સાથે દબોચી લીધો હતો.વડોદરાના તાંદલજામાં રહેતા અનિકેત રબારી નામના શખસ પાસેથી તેણે ગાંજાનો જથ્થો મેળવ્યો હતો બે દિવસ અગાઉ તેણે અશબિક્ષબ એપ મારફતે ગિફ્ટી સિટીમાં ફ્લેટ ભાડે લીધો હતો અને દૈનિક રૂ. 3,000નું ભાડું ગુગલ પે દ્વારા ચૂકવ્યું હતું. એસઓજીની ટીમે દરોડા પાડીને રૂ. 26.11 લાખનો ગાંજો, 2 આઈફોન, ઈલેક્ટ્રોનિક કાંટો સહિત કુલ 26.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અંકિત કક્કડ તથા અનિકેત રબારી વિરુદ્ધ એનડીપીએસ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક