• શુક્રવાર, 13 માર્ચ, 2026

અમદાવાદમાં દોઢ વર્ષ પૂર્વે પકડાયેલું કપલ ફરી એમડી ડ્રગ્સ સાથે પકડાયું

સ્ટેટ મોનિટારિંગ સેલે કપલ પાસેથી 6 લાખનું 198.32 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.12: અમદાવાદના બાપુનગરમાં સ્ટેટ મોનિટારિંગ સેલની ટીમે દરોડો પાડીને કપલને એમડી ડ્રગ્સના જથ્થા સાથે પકડયું છે. આ કપલને દોઢ વર્ષ અગાઉ પણ ડ્રગ્સ વેચાણ કરતા પોલીસે પકડયું હતું. એસએમસીએ હાથ ધરેલી રેડમાં મોઈનલાલા તથા તેનો માણસ એમ બે શખસો નહીં મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. 

સ્ટેટ મોનિટારિંગ સેલના એસઆઈ સી. કે. સિસોદિયાને આનંદ નામનો શખસ ખોખરામાં ડ્રગ્સ વેચવા આવવાનો છે તે અંગેની બાતમી મળી હતી. આરોપીને રસ્તામાં જ દબોચી લેવા પંચ સાથે પીઆઈ પી.પી. બ્રહ્મભટ્ટ સહિતનો સ્ટાફ બાપુનગર સોનારિયા બ્લોક પાસે પહોંચ્યો હતો. બુધવારે સાંજે આ સ્થળે બાઈક લઈને ઉભેલા કપલને ઘેરી તેમની તલાશી લેતા મહિલા પાસેથી પ્લાસ્ટિકની થેલીમાં 198.32 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત 6 લાખ થાય છે. પોલીસે યુવકની પૂછપરછ કરતા તેનું નામ દીપક વાઘેલા જણાવ્યું હતું અને તે સરસપુર ખાતે રહે છે. મહિલા આરોપી રૂબિના રશિદભાઈ મિર્ઝા રામોલ જનતાનગરમાં રહે છે. ટ્રાવેલ્સના વ્યવસાયને લીધે દીપકને રાજકોટના મોઈનલાલા નામના શખસ સાથે સંપર્ક થયો હતો. 2024ના અંતમાં મોઈનલાલાએ રાજસ્થાનથી એમડી ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. જાન્યુઆરી 2025માં દીપક અને રૂબિનાને 40 ગ્રામ જેટલા એમડી ડ્રગ્સ સાથે અમદાવાદ એસોજીએ ઝડપીને ધરપકડ કરી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક