• શુક્રવાર, 13 માર્ચ, 2026

ભાવનગરમાં રજા પર આવેલા આર્મીમેનનો આપઘાત

ભાવનગર તા.12 : આર્મીમાં ફરજ બજાવતા યુવાને પોતાના વતન ભાવનગર ખાતે રજા પર આવ્યા બાદ અકળ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના આદાનગર વિસ્તારમાં સ્નેહ મિલન સોસાયટી  પ્લોટ નં. 141માં પોતાના પરિવાર સાથે રહેતા અને ભારતીય સેનામાં ફરજ બજાવતા આર્મીમેન આરીફભાઈ જીવાભાઈ પરમાર થોડા દિવસો પૂર્વે જ રજા પર વતનમાં આવ્યા હતા. આરીફભાઈ વર્ષ 2017થી આર્મીમાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા અને હાલ તેઓનું પોસ્ટિગ ઉત્તરાખંડ ખાતે હોવાનું જાણવા મળ્યું છે.રજા પર આવેલા આર્મીમેન રાત્રિના સમયે પોતાના ઘરની ઓસરીમાં સૂતા હતા. વહેલી સવારે જ્યારે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે આરીફભાઈ હલનચલન કરતા ન હોવાથી તેમને તપાસતા તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, કોઈ અગમ્ય કારણોસર આરીફભાઈએ ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. બનાવની  જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક