ભારતીય જવાનોએ આપ્યો જડબાતોડ જવાબ : ઘૂસણઓરીની શંકાએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન
શ્રીનગર, તા. 21 : ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેર સેક્ટરમાં 20-21 જાન્યુઆરીની રાત્રે ભારત અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબાર થયો હતો. રક્ષા સૂત્રો દ્વારા બુધવારે આ જાણકારી આપવામાંઅ ાવી હતી. આ ઘર્ષણ એવા સમયે થયું હતું જ્યારે 6 રાષ્ટ્રીય રાઈફલ્સના સૈનિક કેરન બાલા વિસ્તારમાં સરહદી સુરક્ષા મજબુત કરવા માટે અને લાઈન ઓફ કન્ટ્રોલના બ્લાઈન્ડ સ્પોટને ખતમ કરવા હાઈ ટેક સર્વિલાન્સ કેમેરા લગાડી રહ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની સૈનિકો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેનો ભારતીય જવાનોએ પણ જડબાતોડ જવાબ આપ્યો હતો.
પાકિસ્તાની સૈનિકોએ ઈન્સ્ટોલેશનને રોકવા માટે નાના હથિયારોથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં ભારતીય પક્ષે જોઈ વિચારને ગોળીબાર કર્યો હતો. જો કે બન્ને તરફથી થયેલા ગોળીબારમાં કોઈ નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. બીજી તરફ આ વિસ્તારમાં ભારતીય સેના દ્વારા તરત જ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. કારણ કે ગોળીબારનો ઉપયોગ ઘૂસણખોરી માટે કરવામાં આવ્યા હોવાની આશંકા હતી. પૂરા સેક્ટરમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. કારણ કે સેના શિયાળાના મહિનાઓમાં થતી ઘૂસણખોરીના રસ્તા ઉપર નજર રાખવા માટે ટેકનિકલ સર્વેલન્સને અપગ્રેડ કરી રહી છે.
આ પહેલા જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ઉપરી વિસ્તારમાં આતંકવાદીઓની શોધખોળ માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેના ત્રીજા દિવસે મંગળવારે સુરક્ષા દળોએ ઘણા લોકોની પૂછપરછ કરી હતી અને અમુકને હિરાસતમાં લીધા હતા. ચતરુના સોનાર ગામ પાસે આ અભિયાન રવિવારે શરૂ થયું હતું. જેમાં એક પેરાટ્રુપર શહીદ થયા હતા. તેમજ સાત અન્ય જવાનોને ઈજા પહોંચી હતી.