• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ટ્રમ્પે લોન્ચ કર્યું બોર્ડ ઓફ પીસ

ગાઝા પહેલું લક્ષ્ય બાદમાં દુનિયાભરના વિવાદ ઉકેલવા વિસ્તાર થવાની સંભાવના

 દાવોસ, તા. 22 અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે બોર્ડ ઓફ પીસના પહેલા ચાર્ટરનું ઔપચારિક એલાન કરી દીધું છે. યુનાઈટેડ નેશનની તર્જ ઉપર બનાવવામાં આવેલા બોર્ડ ઓફ પીસનું શરૂઆતી લક્ષ્ય ગાઝા ઉપર રહેશે. જો કે બાદમાં તેનો વિસ્તાર દુનિયાભરના વિવાદને ઉકેલવા માટે થઈ શકે છે. બોર્ડમાં પાકિસ્તાન સહિતના ઘણા દેશોએ સભ્ય બનવા સહમતિ આપી છે. બોર્ડ ઓફ પીસના લોન્ચ ઉપર ટ્રમ્પે કહ્યું હતું કે, ગાઝા સીઝફાયર ડીલ હેઠળ હમાસે હથિયાર છોડવા પડશે બાકી પેલેસ્ટાઈન આંદોલનનો અંત બનશે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈસ્લામી સમૂહ હાથોમાં હથિયાર લઈને પેદા થયા હતા. સ્વિટ્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં બોર્ડ ઓફ પીસનાએલાન સમયે અકે ડઝનથી વધારે દેશોના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને ટોપ રાજદ્વારી અધિકારી હાજર રહ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે એક વખત બોર્ડ પૂરી રીતે બની ગયા બાદ લગભગ કંઈ પણ કરી શકાશે જે કરવા ઈચ્છીએ છીએ. તમામ પ્રવૃત્તિ યુનાઈટેડ નેશન્સ સાથે મળીને કરવામાં આવશે. યુનોમાં ખુબ પોટેંશિયલ છે પણ તેનો પૂરી રીતે ઉપયોગ કરવામાં આવ્યો નથી.

આંધ્રમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર રોક મુકાશે

ઇ-પેપરના નવા શુલ્ક