• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

રાણાવાવ : બાયોડીઝલના વેચાણ પર એસ.એમ.સી ત્રાટકી : 6 આરોપીની ધરપકડ, એક ફરાર

બાતમીના આધારે ગાંધીનગરથી એસએમસીની ટીમનો દરોડો, રૂ.23.80 લાખનો મુદ્દામાલ કબજે

પોરબંદર, તા.21: પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના જાન બહાર ધમધમતા બાયો ડીઝલના વેચાણ પર પ્રતિબંધ લાવવા માટે એસએમસીની ટીમે અલગ અલગ જગ્યાએ દરોડા પાડી રૂ.23.80 લાખનું ગેર કાયદેસર બાયો ડીઝલ ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના ગાંધીનગરના પી આઈ એસ.એમ કરમટાને બાતમી મળી હતીકે આદીત્યાણાનો કરશન એભા ઓડેદરા તથા તેના ભાગીદાર અરસી ભીમા ઓડેદરા સાથે મળીને કોલીખડાથી રાણાવાવ જતા રસ્તે આદીત્યાણા નજીક આવેલ હાથી સિમેન્ટની ફેક્ટરી સામે દુકાનમાં પાછળના ભાગે બહારથી ટેન્કર મગાવીને બજાર કરતા ઓછા ભાવે માનવ જિંદગી જોખમાય તે રીતે ફાયર સેફ્ટીના પૂરતા સાધનો કે લાયસન્સ વગર જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરે છે.

મળેલ બાતમીના આધારે પોલીસે ફેક્ટરીથી થોડે દૂર વાહનો ઉભા રાખી ઓચિંતો દરોડો પાડી આદીત્યાણાના કરશન એભા ઓડેદરાને જ્વલનશીલ પ્રવાહી વિશે પૂછતા કઈ સચોટ માહિતી મળી નહીં જેથી પોલીસે મુખ્ય સૂત્રધાર કરશન એભા ઓડેદરા, અરશી ભીમા ઓડેદરા, કાંધલ રામદેવ કડછા, આશિષ રામજી વરવાડિયા, મશરી નાગા ઓડેદરા તથા મુખ્ય આરોપી ભરત મૂળુ મોઢવાડિયાને વોન્ટેડ જાહેર કરી દરોડા દરમિયાન  સ્થળ પરથી રૂ.23.80 લાખનો મુદ્દામાલ કબજે કરવમાં આવ્યો હતો. ઝડપાયેલ તમામ આરોપી વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક