સિંધુ જળ સંધિ સસ્પેન્સનને ટાંકી
યુએનમાં રોકકડ મચાવી
ન્યૂયોર્ક, તા.રર
ઃ પાકિસ્તાને ફરી
એકવાર સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં કાશ્મીર અને પાણીનો મુદ્દો ઉઠાવ્યો છે. પાકિસ્તાને સિંધુ
જળ સંધિને સસ્પેન્ડ કરવાના
ભારતના નિર્ણયને તેની
જળ સુરક્ષા માટે અભૂતપૂર્વ ખતરો
ગણાવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં
આતંકવાદી હુમલા બાદ ભારતે ગયા વર્ષે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી
હતી.
સંયુક્ત રાષ્ટ્રમાં ગ્લોબલ
વોટર બેન્કરપ્સી પોલિસી
રાઉન્ડ ટેબલને સંબોધતા પાકિસ્તાનના કાર્યકારી
કાયમી પ્રતિનિધિ, રાજદૂત
ઉસ્માન જાદૌને ભારત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જાદૌને કહ્યું હતું કે, ગયાં વર્ષે એપ્રિલમાં 1960ની
સંધિને સસ્પેન્ડ કરવાના
ભારતના નિર્ણયથી પાકિસ્તાનની
જળ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા
જોખમમાં મુકાઈ છે.
પાકિસ્તાની રાજદૂતે
આરોપ લગાવ્યો હતો કે ભારતે માત્ર પાણીના પ્રવાહમાં અવરોધ
નથી કર્યો પરંતુ મહત્ત્વપૂર્ણ હાઇડ્રોલોજિકલ
ડેટા આપવાનો ઇનકાર કર્યો છે. જાદૂને ભારત પર પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે સંધિ હજુ પણ કાયદેસર રીતે અમલમાં છે અને તેને એકપક્ષીય રીતે
સ્થગિત કરી શકાતી નથી. પાકિસ્તાન ભારતના
નિર્ણયને કટોકટી તરીકે દર્શાવીને સહાનુભૂતિ
મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે ત્યારે ભારતે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે સરહદ પાર આતંકવાદ બંધ ન થાય ત્યાં સુધી સંધિઓનું સામાન્ય
સંચાલન અશક્ય છે.