વર્ષે
20 લાખથી વધુ પર્યટકોની સારવાર : ખર્ચ 70-80 % ઓછો
નવી
દિલ્હી તા.ર1 : ભારત મેડિકલ ટૂરિઝમના એક હબ તરીકે ઉભરી આવ્યું છે, જે પશ્ચિમી દેશોની
તુલનામાં ઓછા ખર્ચે ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પ્રદાન કરે છે. દુનિયાના ટોપ-પ મેડિકલ
ટૂરિઝમ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે અને દર વર્ષે ર0 લાખથી વધુ પર્યટકોની અહીં સારવાર
કરવામાં આવે છે. 2030 સુધીમાં ભારતમાં તબીબી વ્યાવસાયિકોની સંખ્યામાં વધુ વધારો થવાની
ધારણા છે, જે વધુ આંતરરાષ્ટ્રીય દર્દીઓને આકર્ષિત કરશે.
અહેવાલ
મુજબ, ભારત વિશ્વના ટોચના 5 મેડિકલ ટુરિઝમ સ્થળોમાંનું એક છે. તે વાર્ષિક 20 લાખથી
વધુ મેડિકલ ટૂરિસ્ટને આકર્ષે છે. 2022માં દેશના મેડિકલ ટૂરિઝમ બજારનું મૂલ્ય આશરે
6 બિલિયન ડોલર હતું. 2026 સુધીમાં તે 13 બિલિયન ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારતમાં
હાર્ટ સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને કોસ્મેટિક સર્જરી જેવી પ્રક્રિયાઓનો ખર્ચ પશ્ચિમી
દેશો કરતા 70-80% ઓછો છે.
ભારત
ટેકનોલોજીકલ પ્રગતિ, હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર અને સસ્તી તબીબી સંભાળ પૂરી
પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. દેશ 2026ના અંત સુધીમાં વૈશ્વિક મેડિકલ ટૂરિઝમ
માર્કેટમાં તેની સ્થિતિ વધુ મજબૂત કરશે તેવી અપેક્ષા છે. ભારત તેના હેલ્થકેર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં
ભારે રોકાણ કરી રહ્યું છે, જેમાં હોસ્પિટલો અને વિશિષ્ટ તબીબી કેન્દ્રોની સંખ્યા વધારવાની
યોજના છે.