• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

આંધ્રમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર રોક મુકાશે

- દાવોસમાં નાયડુ સરકારના આઇટી મંત્રી નારા ઓસ્ટ્રેલિયામાંથી પ્રેરણા લીધી

 

અમરાવતી, તા. 22 આંધ્રપ્રદેશની ચંદ્રાબાબુ નાયડુ સરકારે 16 વર્ષથી નાની વયનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી લીધી છે. આંધ્રના આઇટી મંત્રી નારા લોકેશે દાવોસમાં યોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમ્યાન બ્લૂમબર્ગ સાથે વાતચીતમાં ખુલાસો કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, નાની ઉંમરનાં બાળકો સોશિયલ મીડિયા પર મોજૂદ અનેક પ્રકારની સામગ્રીને યોગ્ય રીતે સમજી નથી શકતા, જેથી તેમના માનસિક વિકાસ પર ખરાબ અસર પડી શકે છે. એક મજબૂત કાનૂની ઢાંચાની જરૂર છે, તેવું નારાએ જણાવ્યું હતું. વીતેલા મહિને ઓસ્ટ્રેલિયાની સરકારે લીધેલા આવા ફેંસલામાંથી આંધ્ર સરકારે પ્રેરણા લીધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક