-બગસરા, વડિયા પંથકમાં બનાવ ઃ ત્રણ શખસ સામે ફરિયાદ
અમરેલી, તા.રરઃ બગસરા તથા વડીયા પંથકમાં ત્રણ શખસોની ટોળકીએ પાંચથી છ મહિના પહેલા ત્રણ અલગ અલગ જગ્યાએ પોતાનું મોટર સાયકલ લઈ અલગ અલગ ઘરમાં જઈ અને પીવાનું પાણી માંગી અને “તમો બહુ ચિંતામાં છો
અને તમને દુઃખ દર્દ છે. અને તમારૂ બધુ સારૂ થઈ જશે” તેમ કહી ઘરઘણીને વિશ્વાસમાં લઈ
અને કપડાના રૂમાલમાં મુકાવી
દઈ અને વિધિ કરાવવાના નામે
વૃદ્ધને ભોળવી વિશ્વાસમાં લઈ
જઈ અને રૂપિયા 1.15 લાખની
છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી
લઈ ગયાની પોલીસમાં ફરિયાદ
નોંધાઈ છે.
બગસરા તાલુકાના પીઠડીયા
ગામે રહેતા અરવિંદભાઈ મોહનભાઈ
પીપળીયા નામના 6પ વર્ષીય વૃદ્ધના ઘરે ગત તા.13/7ના
રોજ ત્રણ અજાણ્યા માણસો પોતાનુ મોટર સાયકલ લઈને આવ્યા હતાં અને પીવાનું પાણી માંગી વૃદ્ધને કહ્યુ કે તમો બહુ ચિંતામાં છો.
અને તમને દુઃખ-દર્દ છે. અને તમારૂ બધુ સારૂ થઈ જશે. તેમ કહી વૃદ્ધને વિશ્વાસમાં લઈ
અને બાદમાં વૃદ્ધના પત્નિએ સોનાની બુંટીઓ નંગ-ર એક રૂમાલમાં મુકાવી
દઈ અને વિધી કરાવવાના નામે
વૃદ્ધને ભોળવી વિશ્વાસમાં લઈ
વૃદ્ધના પત્નિની સોનાની બુટી લઈ જઈ છેતરપિંડી અને
વિશ્વાસઘાત કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ
નોંધાઇ છે. તો બીજા બનાવમાં વડીયા તાલુકાના અરજણસુખ
ગામે રહેતા શોભનાબેન અરવિંદભાઈ
વસોયા નામના પર વર્ષીય મહિલા ગઈ તા.ર9/8ના
રોજ પોતાની વાડીએ કામ કરતા હતા. ત્યારે તેમની પાસે બે અજાણ્યા ઈસમો પોતાનું મોટર સાયકલ લઈને આ મહિલાની વાડીએ આવી અને તેણી પાસે પીવાનું પાણી માંગેલ હતું. બાદમાં આ મહિલાને વિશ્વાસમાં લઈ
મહિલાએ કાનમાં પહેરેલી સોનાની કડીઓ આરોપીઓને તેમના
કપડામાં મુકી દ્યો તેમ કહી મહિલાની સોનાની કડી નં.ર કિંમત રૂપિયા પ0,000/-ની
મુકાવી મહિલાને વાતોમાં ભોળવી છેતરપિંડી કરી
હતી. જ્યારે ત્રીજા બનાવમાં વડીયા તાલુકાના જુના
બાદલપુર ગામે રહેતા જયંતિભાઈ ભીમજીભાઈ
રૈયાણી નામના 67 વર્ષીય
વૃદ્ધ ખેડૂત ગત તા.ર8/11ના
રોજ ત્રણ અજાણ્યા માણસો મોટર સાયકલ લઈને વૃદ્ધના ઘરે આવી અને પીવાનું પાણી માંગી વૃદ્ધને ચિંતા અને બીમારીમાંથી મુક્તિ
માટે વાતો કરી વિશ્વાસમાં લઈ
વૃદ્ધના પત્નીએ રૂા.3પ હજારની કિંમતના સોનાના બે બુટીયા લઈ જઈ છેતરપીંડી કર્યાની
પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે.