• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

તાલાલા ઃ ગુંદરણ ગીર ગામની સીમમાં જુગાર રમતાં 13 પત્તા પ્રેમીઓ ઝડપાયા

-એસ.એમ.સી.ની રેડ દરમિયાન નાસી ગયેલા 27 સહિત 40 સામે ગુનો દાખલ કરી રૂ.14.85 લાખનો મુદ્દામાલ કબજે 

 

તાલાલા ગીર,તા.22 લાંબા સમયથી તાલાલા પંથકના વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી હરતી ફરતી જુગાર ક્લબ ઉપર ગાંધીનગરથી એસ.એમ.સી.ટીમ ત્રાટકી જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા હતા.

એસ.એમ.સી.નાં મહીલા પી.એસ.આઈ.િક્રષ્નાબેન એચ.ઝણકાતે આપેલ વિગત પ્રમાણે તાલાલા પંથકના ગુંદરણ ગીર ગામથી ધાવા ગીર ગામે જતા માર્ગે આવેલ સર્વે નં.119 વાળી વાડીમાં જાહેરમાં જુગારનો દરોડો પાડેલ જેમાં 13 શખ્શો જુગાર રમતાં ઝડપાયા હતા.જયારે 27 શખ્સો ફરાર થઈ ગયા છે. જુગાર દરોડા દરમ્યાન રોકડ,મોબાઈલ અને કાર મળી કુલ 14.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક