• મંગળવાર, 18 જૂન, 2024

આફ્રિકા ઉલટફેરથી બચ્યું : નેધરલેન્ડ્સ સામે જીત

12 રનમાં 4 વિકેટ પડયા પછી મિલરે અણનમ અર્ધસદી કરી આફ્રિકાને બચાવ્યું 

ન્યૂયોર્ક, તા.9 : ડેવિડ મિલરની અણનમ પ9 રનની ઇનિંગની મદદથી શરૂઆતના સંઘર્ષમાંથી બહાર આવી દ. આફ્રિકાનો નેધરલેન્ડસ વિરુદ્ધ 4 વિકેટે વિજય થયો હતો. આથી ગ્રુપ ડીમાં આફ્રિકી ટીમ સતત બે જીતથી 4 અંક સાથે પોઇન્ટ ટેબલ પર ટોચ પર આવી ગઈ છે. બેટિંગ માટે મુશ્કેલ પિચ પર નેધરલેન્ડને 20 ઓવરમાં 9 વિકેટે 103 રન પર રોક્યા બાદ દ. આફ્રિકાએ શરૂઆતમાં 12 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સફળ વાપસી કરીને 7 દડા બાકી રાખીને 6 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી હતી. વન ડે વર્લ્ડ કપમાં ડચ ટીમે ઉલટફેર કરીને આફ્રિકાને હાર આપી હતી. ટી-20 વર્લ્ડ કપમાં પણ અપસેટનો શિકાર બનશે તેવી સ્થિતિ આફ્રિકા માટે સર્જાઈ હતી, પણ ડેવિડ મિલરે પ1 દડામાં 3 ચોક્કા-4 છક્કાથી પ1 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સ (33) સાથે 6પ રનની ભાગીદારી કરી આફ્રિકાને જીત અપાવી હતી.

આફ્રિકાના ટોચના ચાર બેટર રીઝ હેંડ્રિક્સ (3), કિવંટન ડિ’કોક (0) કેપ્ટન એડન માર્કરમ (0) અને હેનિરક કલાસેન (4) સસ્તામાં આઉટ થયા હતા. આથી 12 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી. નેધરલેન્ડસ તરફથી વિવિયન કિંગામા અને લોગન વેન બીકે 2-2 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

કોટડા સાંગાણીમાં વીજપોલમાંથી શોક લાગતા બળદનું મોત નીપજ્યું June 17, Mon, 2024