પોલીસે 10.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ભાવનગર,
તા.20 : ગારિયાધાર સ્થિત શાલીમાર પેઈન્ટના ગોડાઉનમાંથી આશરે રૂ.3.43 લાખના બ્રાન્ડેડ
કલરની ચોરી થઈ હતી. આ વણઉકેલાયેલા ગુનાને ઉકેલવા પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન
ઇન્ટેલિજન્સનો સહારો લીધો હતો. બાતમીને આધારે અમરેલી જિલ્લાના લીલીયા પોલીસ સ્ટેશનના
લૂંટના ગુનામાં સંડોવાયેલા સરફરાજ ઉર્ફે સફુ વાહીદભાઈ ગોહિલની અટકાયત કરવામાં આવી છે.
પોલીસની
પૂછપરછમાં સરફરાજે પોતે અને તેના મિત્રોએ મળીને આ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા ઓરીજનલ મુદ્દામાલ સહિત કુલ રૂ.10,12,600ની કિંમતની
સામગ્રી રિકવર કરી છે. પકડાયેલા આરોપીઓમાં સરફરાજ ઉર્ફે સફુ ગોહિલ (ગારીયાધાર), આદીલભાઈ
યુસુફભાઈ મહેતર (ગારીયાધાર), સાહીલ ઉર્ફે બાંગો ચૌહાણ (ગારીયાધાર), કાર્તિકભાઈ નટુભાઈ
ચૌહાણ (સારીંગપુર), પીયુષભાઈ અરજણભાઈ પરમાર (પાલીતાણા)નો સમાવેશ થાય છે. જ્યારે સાહીલભાઈ
ઉર્ફે ખાટુ કુરેશીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.