બેંકોક, તા.20: મહિલા એશિયા કપ રાઇઝીંગ સ્ટાર્સ-2026 ટૂર્નામેન્ટના ફાઇનલમાં રવિવારે ભારત અને બાંગલાદેશ ટીમ આમને-સામને હશે. આજે રમાયેલા સેમિ ફાઇનલમાં શ્રીલંકા સામે ભારતની મહિલા એ ટીમનો પાંચ વિકેટે શાનદાર વિજય થયો હતો. બીજા સેમિ ફાઇનલમાં બાંગલાદેશ એ ટીમ અપસેટ કરીને પાકિસ્તાન મહિલા એ ટીમને પ4 રન હાર આપી ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
ભારત
સામેના સેમિ ફાઇનલમાં શ્રીલંકા મહિલા એ ટીમ 19.4 ઓવરમાં 118 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી.
ભારતીય સ્પિનર રાધા યાદવે 19 રનમાં 4 વિકેટ લીધી હતી. આ પછી ભારતીય મહિલા ટીમે 13.3
ઓવરમાં જ પ વિકેટે 119 રન કરી સરળ જીત સાથે ફાઇનલ પ્રવેશ કર્યો હતો. દિનેશ વૃંદાએ
42 રન કર્યાં હતા. કપ્તાન રાધા યાદવે બેટથી સંગીન દેખાવ કરી 18 દડામાં 7 ચોક્કાથી અણનમ
31 રન કર્યાં હતા.
બીજા
સેમિ ફાઇનલમાં બાંગલાદેશ મહિલા એ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 110 રન જ કરી શકી હતી. જવાબમાં
પાક. મહિલા ટીમનો 16.4 ઓવરમાં પ6 રનમાં ધબડકો થયો હતો.